Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન અને ચિરંજીવ પ્રકરણ લખાવ્યું. તું જન્મી તે જ માસમાં લેનીને રશિયા અને સાઈબેરિયાની સૂરત બદલી નાખનાર મહાન ક્રાંતિને આરંભ કર્યો. આજે હિંદમાં પણ દીનદુઃખી પ્રત્યે પ્રેમથી ઊભરાતા અને તેમને સહાય કરવાને તલસતા બીજા એક મહાન લેકનાયકે આપણી પ્રજાને એવા ભગીરથ પુરુષાર્થ અને ઉમદા બલિદાનને પથે પ્રેરી છે કે જેથી તે ફરીથી આઝાદ બને, અને ગરીબ, ભૂખે મરતાં તથા પીડિત ઉપરને બેજો દૂર થાય. બાપુજી તે આજે જેલમાં પડ્યા છે પરંતુ તેમના પગામના જાદુએ હિંદનાં કરડે નરનારીનાં હૃદયમાં પ્રવેશ કર્યો છે અને સ્ત્રી, પુરૂષ તથા બાળકે પણ પિતાનાં બંધને તેડીને ભારતની આઝાદીનાં સૈનિકે બન્યાં છે. હિંદમાં આજે આપણે ઈતિહાસ નિર્માણ કરી રહ્યાં છીએ. આ ઘટના આપણું નજર આગળ બનતી આપણે જોઈ રહ્યાં છીએ અને એ મહાન કાર્યમાં આપણે પણ કંઈક ભાગ ભજવીએ છીએ એ આપણું અહોભાગ્ય છે.
આ મહાન આંદેલનમાં આપણે શે ફાળે આપીશું ? એમાં આપણે શે ભાગ ભજવીશું? આપણે માથે શે ભાગ ભજવવાને આવશે એ તે હું ન કહી શકું. એ ગમે તે હે, પણ એટલું યાદ રાખીએ કે આપણે એવું કશું ન કરીએ કે જે આપણું ધ્યેયને એબ લગાડે અથવા તે આપણા રાષ્ટ્રને બદનામ કરે. જે આપણે ભારતના સિપાઈ બનવું હોય તે આપણે ભારતની ઈજજત અને ગૌરવના રખવાળ બનવું ઘટે. ભારતનાં ગૌરવ અને ઇજ્જત એ તે આપણને સૈપાયેલું એક પવિત્ર ટ્રસ્ટ છે. એમ બને કે, આપણે શું કરવું ઘટે એ બાબતમાં ઘણી વાર આપણે શંકા કે વિમાસણમાં પડી જઈએ. ખરું શું અને ખોટું શું એને નિર્ણય કરવો એ સહેલ વાત નથી. એવી શંકા કે વિમાસણને પ્રસંગે અજમાવવા માટે તેને એક નાની સરખી સામાન્ય કસોટી હું જણાવી રાખું. કદાચ એ તને મદદગાર નીવડે. કોઈ વસ્તુ કદીયે ગુપ્ત રીતે કરીશ નહિ; તેમજ જે કંઈ તને છુપાવી રાખવાની ઈચ્છા થાય તે પણ કરીશ નહિ. કારણકે કઈ પણ વાત છુપાવવાની તને ઈચ્છા થાય એને અર્થ એ કે તું ડરપોક છે. અને ડર તે બૂરી ચીજ છે. બહાદુર બનજે, એટલે બીજું બધું તે એની પાછળ પાછળ અવશ્ય આવવાનું. જે તું બહાદુર હશે તે તું કદીયે ડરનાર નથી અને જેની તને નામેશી લાગે એવું કશુંયે તું કરશે નહિ. બાપુજીના નેતૃત્વ નીચેની આઝાદીની આપણી મહાન લડતમાં ગુપ્તતા કે ચેરીછૂપીને સ્થાન