Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
વરસગાંઠને દિવસે ગયાં છીએ. અને આપણે બહુ ડહાપણદાર ન થઈ જઈએ એ જ એક રીતે ઠીક છે. કારણ કે એવા “બહુ ડાહ્યા” લેકે – જે એવા લોકો હોય તે – તેમને કશું વધારે શીખવાનું બાકી રહ્યું નથી એ જાણીને દુઃખી થતા હશે. વળી નવી નવી વસ્તુઓ શીખવાને અને શેધવાને આનંદ તો તેઓ ગુમાવે જ છે. આ નવું નવું શીખવાનું અને શેધવાનું પરાક્રમ આપણામાંથી જેની ઈચ્છા હોય તે કરી
. એટલે, મારાથી ઉપદેશનું ડહાપણ તે ન જ ડહોળાય; તે પછી, મારે કરવું શું ? પત્રથી કંઈ વાતચીતની ગરજ તે ન જ સરે! બહુ બહુ તે એનાથી એક પક્ષની રજૂઆત થાય. એટલે, હું જે કંઈ કહું તે તને ઉપદેશ જેવું લાગે તે તેને તું કડવી ગોળી સમાન ગણીશ નહિ. એને તું જાણે આપણે સાચેસાચ વાતચીત કરી રહ્યાં છીએ અને તારે વિચારવા માટે મેં કંઈ સૂચન કર્યું છે એમ માની લેજે.
ઇતિહાસના ગ્રંથોમાં પ્રજાજીવનના મહાન યુગો વિષે, મહાન પુરુષ તથા સ્ત્રીઓ વિષે તથા તેમણે કરેલાં મહાન કાર્યો વિષે તેં વાંચ્યું છે. કેટલીક વાર સ્વપ્નમાં કે કલ્પનામાં આપણે એ પુરાતન જમાનામાં જઈ પહોંચીએ છીએ અને અસલનાં એ વીર પુરુષ અને વીરાંગનાઓની જેમ વીરતાભર્યા કાર્યો કરતાં આપણને કલ્પીએ છીએ. તેં પહેલવહેલી “જીન દ આર્ક'ની વાત વાંચી ત્યારે તેનાથી તું કેટલી બધી મુગ્ધ થઈ ગઈ હતી, અને કંઈક તેના જેવી થવાની તને મહેચ્છા થઈ આવી હતી તે યાદ છે ? સામાન્ય સ્ત્રીપુરુષો ઘણુંખરું પરાક્રમી નથી હોતાં. તેમને પોતાનાં ભરણપોષણને, છોકરાંઠેયાને તથા ઘરખટલાની અને એવી બીજી ઉપાધિઓનો વિચાર કરવાનો હોય છે. પરંતુ એવો સમય પણ આવે છે કે જ્યારે કોઈ એક સમગ્ર પ્રજા એકાદ મહાન ધ્યેય વિષે શ્રદ્ધાવાન બની જાય છે. એ પ્રસંગે સામાન્ય ભલાંભળાં સ્ત્રીપુરુષો પણ પરાક્રમી બની જાય છે અને તે વખતને તેમને ઇતિહાસ દિલને હલાવનારે અને યુગપ્રવર્તક બને છે. મહાન નેતાઓમાં કંઈક એવું તત્ત્વ હોય છે, જે સમગ્ર પ્રજાને પ્રેરણું આપે છે અને તેની પાસે મહાન કાર્યો કરાવે છે.
તું જન્મી તે વરસ એટલે ઈ. સ. ૧૯૧૭, ઇતિહાસનું એક યાદગાર વરસ હતું. એ વરસમાં દીનદુ:ખી પ્રત્યે પ્રેમ અને હમદર્દીથી ઊભરાતા તે એક મહાન નેતાએ પિતાની પ્રજા પાસે ઈતિહાસને પાને ગૌરવશાળી