Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રવાસ કરીને આ મહાન દેશમાં તે જમાનામાં વસતા લોકોનો તેણે અભ્યાસ કર્યો હતો. પછીથી તેણે પિતાના એ પ્રવાસ વિષે એક પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં જ પેલા “દેઢડાહ્યા માણસની વાત આવે છે. એ “દેઢડાહ્યો” હતે દક્ષિણ હિન્દનો. હાલ બિહારમાં જ્યાં આગળ ભાગલપુર શહેર છે તેની આસપાસ ક્યાંક તે સમયે કસુવર્ણ નામનું નગર હતું. એ નગરમાં પેલે દેઢડાહ્યો આવ્યો. એ પુસ્તકમાં લખ્યું છે કે, તે પિતાની કેડે અને પેટની ફરતે તાંબાનું પતરું પહેરતો અને માથા ઉપર સળગતી મશાલ રાખો. હાથમાં દંડ ધારણ કરી, આ વિચિત્ર વેશે, ભારેખમ ચાલથી ને ગર્વથી આસપાસના પ્રદેશમાં તે ફરતે હતે. આવો વિચિત્ર વેશ કેમ કર્યો છે, એમ કઈ તેને પૂછતું તો તે કહે કે, “મારામાં એટલું બધું ડહાપણું ભરેલું છે કે જે હું મારી કેડે અને પેટની ફરતે તાંબાનું પતરું ન પહેરું તે એ ફાટી જાય! વળી મારી આસપાસ અજ્ઞાનના અંધકારમાં વસતા લેકે ઉપર મને દયા આવે છે તેથી કરીને હું માથા ઉપર મશાલ રાખીને
મને પાકી ખાતરી છે કે વધારે પડતા ડહાપણુથી કદીયે મારું પેટ ફાટવાને ભય નથી, એટલે તાંબાનું પતરું કે બખતર પહેરવાની મારે જરૂર નથી. વળી, મારી જે કંઈ અક્કલ છે તે મારા પેટમાં તે નથી જ રહેતી. ગમે તે ઠેકાણે એ વસતી હો, પણ એમાં વધારા માટે હજી પૂરત અવકાશ છે, અને કદીયે એને માટે જગ્યા ઘટવાને સંભવ નથી. મારું ડહાપણ જે આટલું બધું મર્યાદિત હેય તે પછી ડહાપણુદાર હેવાને ડાળ રાખીને બીજાઓને હું કેવી રીતે ડાહીડમરી શીખ આપી શકું ? આથી, હું તે હમેશાં માનતો આવ્યું છું કે, સાચું શું અને ખોટું શું, શું કરવું ઘટે અને શું ન કરવું ઘટે, એ શોધી કાઢવાને શ્રેષ્ઠ ઉપાય ઉપદેશ આપવો એ નથી પણ તેની ચર્ચા કરવી એ છે. એ ચર્ચામાંથી ઘણી વાર સત્યનો અંશ જડી આવે છે. મને તો તારી જોડે વાત કરવી બહુ ગમે છે અને આપણે ઘણી વસ્તુઓ વિષે ચર્ચા પણ કરી છે. પણ આપણી દુનિયા અતિશય વિશાળ છે અને એની પાર બીજી અદ્ભુત અને ગહન દુનિયા પણ રહેલી છે, એટલે હું એન ત્સાંગની વાર્તાના દેઢડાહ્યા અને ગુમાની આદમીની પેઠે આપણે કોઈએ એમ ન માની લેવું જોઈએ કે શીખવા જેવું બધું આપણે શીખી પરવાર્યા છીએ અને બહુ ડહાપણદાર થઈ