________________
ગુજરાતના ધમ સંપ્રદાય તેમના ધર્મગુરુઓએ પ્રજામાં “આતશ બહેરામ”નું મહત્વ વધાર્યું. અકબરે જરથોસ્તી ધર્મગુરુઓને પ્રભાવ નીચે આવીને તેમની સૂચના અનુસાર “ઇલાહી' સંવત શરૂ કર્યો. હાલમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ઉદવાડા વગેરે પારસી ધર્મનાં નોંધપાત્ર કેન્દ્રો છે. અમદાવાદમાં પણ કેટલીક પારસી અગિયારીઓ આવેલી છે. ઘણું પારસીઓએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે દાન કર્યા છે. આ સાથે એક વાત અત્રે નોંધવી જોઈએ કે તેમણે વટાળ પ્રવૃત્તિ દ્વારા અન્ય ધર્મના લોકોને પારસી બનાવવાના પ્રયત્ન કર્યા નથી.
ગુજરાતમાં ઈસ્લામને ફેલાવો થતાં ગુજરાતી સમાજ, હિંદુ અને મુસ્લિમ એવા બે વિભાગમાં વહેંચાઈ ગયા. મુસ્લિમોનાં આક્રમણો વધતાં હિંદુ પ્રજાએ પોતાની સંસ્કૃતિના રક્ષણ માટે નાતજાતનાં બંધને કડક બનાવ્યાં. સમાજમાં જુદી જુદી પેટાજ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. ધર્મભાવના સંકુચિત બની. વટાળ પ્રવૃત્તિના આધારે ઘણા મુસલમાન બન્યા હોવા છતાં તેમણે પોતાની અગાઉની રહેણીકરણ, રિવાજો, પરંપરાગત માન્યતાઓ વગેરેને ચાલુ રાખી. આથી હિંદુસમાજની જેમ મુસલમાનમાં પણ વર્ગભેદ વધ્યા. જ્ઞાતિમર્યાદાઓ વધી.
અર્વાચીન સમયમાં આવીએ છીએ ત્યારે આપણને વિવિધ ધર્મસંપ્રદાય પોતપોતાનું આગવું સ્થાન જમાવીને બેસી ગયા હોય તેમ સ્પષ્ટ જણાય છે. તેમ છતાં સામાજિક દષ્ટિએ શૈવ, વૈષ્ણવ, શાકત કે જૈન કોઈપણ સંપ્રદાય વળ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવતા નથી. દરેક ધર્મના અનુયાયીઓ એકબીજા સાથે ભળી ગયા હોય છે. આજે ગુજરાતમાં નર્મદા કિનારે શૈવ સંપ્રદાયનું પ્રભુત્વ દેખાય છે, તે મધ્ય ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાય વિકસે છે, તે ઉત્તર ગુજરાત, ઈશાન ગુજરાત વગેરે સ્થળે પુષ્ટિ સંપ્રદાયનું મહત્ત્વ વિશેષ જણાય છે.
આ સમયે ધીરે ધીરે ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર થતે જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મગુરુઓએ ગુજરાતના સાબરકાંઠા, પંચમહાલ, સૂરત વગેરે જિલ્લાઓનાં આદિવાસી ક્ષેત્રોમાં પિતાનાં ધર્મ કેન્દ્રો સ્થાપી વટાળ પ્રવૃત્તિ દ્વારા ખ્રિસ્તી ધર્મને પ્રસાર કર્યો. પરિણામે અનેક ભીલ, ઠાકોર, કેળા, હરિજન વગેરે ખ્રિસ્તી બન્યા. ગુજરાતના ખ્રિસ્તી સમાજમાં પરમાર, ચૌહાણ, ચાવડા વગેરે વિવિધ અટકે વાળાં કુટુંબ જોવા મળે છે. આણંદ, નડિયાદ, બોરસદ વગેરે અનેક સ્થળોએ અનેક ખ્રિસ્તીઓ વસેલા છે. તેમનાં દેવળો ઠેર ઠેર આવેલાં છે. તેમનામાં પણ કેથલિક, પ્રોટેસ્ટંટ જેવા વર્ગભેદ જોવા મળે છે.