________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય
ભાગ ભજવ્યો હતો. આજના ગુજરાતમાં જે ધાર્મિક સહિષ્ણુતા જોવા મળે છે તેને યશ કેટલેક અંશે મૌર્ય સમ્રાટ અશોકને ફાળે જાય છે. તે પિતાની ધર્મ. લિપિમાં બહુ જ નમ્રતાપૂર્વક જણાવે છે કે દેવોને પ્રિય પ્રિયદર્શી રાજા ઈચ્છે કે સર્વસંપ્રદાય સર્વત્ર વસે. એ સર્વમાં સંયમ અને ભાવશુદ્ધિ ઈચ્છે છે.” ગુજરાતમાં સહિષ્ણુતાને જે ગુણ પડેલ છે તેનું મૂળ અહીં શોધી શકાય
મૌર્યકાલથી આપણે ક્ષત્રકાલમાં આવીએ છીએ ત્યારે ગુજરાતમાં શૈવ સંપ્રદાય વ્યાપક રીતે વિસ્તર્યો હોવાની પ્રતીતિ થાય છે. ઘણું ક્ષત્રપ રાજવીએના નામની સાથે “રુદ્ર” શબ્દ જોડાયેલ જોવા મળે છે. ક્ષત્રપ જયદામાના તાંબાના સિક્કાઓમાં વૃષભ અને શિવના પ્રતીકે જોવા મળે છે. આ રાજવંશના એક રાજવી સ્વામી જીવદામા પિતાને પિતાના અભિલેખમાં કાર્તિકેયના ઉપાસક તરીકે ઓળખાવે છે. આ સમયે સૌરાષ્ટ્રમાં સાગરકિનારે આવેલું સેમિનાથ એ પાશુપત મતના આચાર્યોનું મોટું કેન્દ્ર હતું. આ સંપ્રદાયના પ્રવર્તક શિવના ૨૮માં અવતાર મનાતા ભગવાન લકુલીશ અથવા નકુલીશ ને જન્મ વડોદરા જિલ્લાના ડભોઈ ગામ પાસે આવેલ કાયાવરોહણ(કારવણ)માં થયે હતો. ભગવાન લકુલીશની અનેક પ્રતિમાઓ ગુજરાતમાંથી વિવિધ સ્થળોએથી મળે છે. આ લકુલીશને જન્મ ઈ. સની પહેલી કે બીજી સદીમાં થયેલ હોવાનું અનુમાન છે.
ક્ષત્રકકાલ પછીના ગુપ્ત રાજવીઓના સમયમાં ગુજરાતમાં શૈવ ધર્મ તેના મૂળ સ્વરૂપે ટકી રહ્યો હતો. તેમ છતાં ગુપ્તરાજવીઓ “પરમ ભાગવત’ હોવાથી તેમના સમયમાં ગુજરાતમાં ધીરે ધીરે વૈષ્ણવ સંપ્રદાયને પ્રસાર વધ્યો હતો. ગિરનારના ઈ.સ. ૪૫૫-૫૭ના સકંદગુપ્તના લેખમાંથી તે સમયે સુદર્શન તળાવના કિનારે ચક્રપાલિતે ચક્રધર(વિષ્ણુ)નું મંદિર બંધાવ્યું હોવાને ઉલેખ મળે છે. આ સમયની કેટલીક શિવ અને વિષ્ણુની પ્રતિમાઓ શામળાજીમાંથી મળેલ છે. આ સાથે આ યુગમાં ગુજરાતમાં શાક્ત સંપ્રદાય પણ વિકસ્યો હતો.
મૈત્રકકાલમાં ગુજરાતના ધાર્મિક જીવનમાં વિવિધ ધર્મસંપ્રદાયની અસર જોવા મળે છે. આ સમયે માહેશ્વર સંપ્રદાય, શાકત સંપ્રદાય, ભાગવત સંપ્રદાય, સૌર સંપ્રદાય, જૈન અને બૌદ્ધ સંપ્રદાય જેવા વિવિધ સંપ્રદાય ગુજરાતમાં વિકસ્યા હતા. આ સર્વ સંપ્રદાયનાં શિલ્પો ગુજરાતમાંથી વિવિધ સ્થળોએથી મળે છે.
સેલંકીકાલ એ ધર્મ અને સંસ્કૃતિને અભ્યદયને યુગ હતો. ગુજરાતના ઇતિહાસમાં આ સમયે જેટલા ધર્માચાર્યો થયા તેટલા બીજા કોઈ સમયે થયા નથી. અણહિલવાડ પાટણ એ ધર્મ અને સંસ્કૃતિનું આ સમયનું મુખ્ય ધામ હતું.