Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નાટક
૨૧ છે. નાટક અને નાટિકાઓ ભજવી શકાય તેવાં છે તે સાથે વાચનક્ષમ પણ ઓછાં નથી.
અનુવાદ પાંચ વર્ષમાં ત્રણ જ નાટકો બીજી ભાષાઓમાંથી અનુવાદિત થઈને બહાર પાડ્યાં છે, પણ એ ત્રણે નાટક સારી કેટિનાં છે અને નાટક સાહિત્યમાં સારે ઉમેરે કરે છે. “ઉંબર બહાર' (અનુ. મૂળશંકર પાધ્યા) પ્રો. અત્રેએ લખેલા “ઘરા બાહેર'ને અનુવાદ છે. બહારથી સભ્ય અને ખાનદાન દેખાતા પુરુષો કેવા દુર્ગણી અને દંભી હોય છે તે પ્રત્યેના કટાક્ષ સાથે નાટક કરણ અને હાસ્યની જમાવટ કરે છે. નાટક ગદ્યમાં છે અને સંવાદળા સુંદર હોવાથી સુવાચ્ય બન્યું છે. “અલકા' (અનુ. માણેકલાલ ગો. જોષી) એ શરદબાબુના શોકપર્યવસાયી નાટકનો અનુવાદ છે. તેમાં સેવાપરાયણ સ્ત્રી દ્વારા દારૂડિયા જમીનદારનું હદય પરિવર્તન દર્શાવ્યું છે. “સંભાવિત સુંદરલાલ' (અનુ. રત્નમણિરાવ ભીમરાવ) એ જેમ્સ બૅરીના Admirable Crichtonનું રૂપાંતર છે. તેમાં સામાજિક જીવન અને માન્યતાઓ ઉપર કટાક્ષાત્મક રીતે દૃષ્ટિપાત કરવામાં આવ્યો છે. અનુવાદ સુવાચ્ય બન્યા છે..
- નાટિકાઓ એકાંકી નાટિકાઓના સંગ્રહો અને નાની છૂટી નાટિકાઓનો ફાલ પ્રમાણમાં મોટો છે. નાટિકાઓ મુખ્યત્વે સંસાર અને સમાજના પ્રશ્નોને સ્પર્શ છે અને કટાક્ષાત્મક તથા પ્રહસનરૂપાત્મક વિશેષાંશે છે. ચરિત્રાત્મક અને ઐતિહાસિક નાટિકાઓ જૂજ છે. એકંદરે જોતાં નાટકો કરતાં નાટિકાઓ કલાદષ્ટિએ વિશેષ ચઢિયાતી છે અને તેથી રંગભૂમિ પરના પ્રયોગોમાં તેમાંની ઘણુંખરીને ઠીકઠીક સફળતા વરી છે.
“અંધકાર વચ્ચે (ઈંદુલાલ ગાંધી) માં પાંચ નાટિકાઓ સંગ્રહી છે. વસ્તુ આછું—પાંખું અને ક્રિયાશીલતા સ્વલ્પ એવી આ નાટિકાઓ રસભર્યા સંવાદ જેવી બની છે. કવિહૃદય તેની પાછળ ધબકી રહ્યું છે એટલે કાવ્યાસ્વાદ મેળવી શકાય તેમ છે, પણ તેમાં દર્શનક્ષમતા નથી. એ જ લેખકનો બીજો નાટિકા સંગ્રહ “અસરા અને બીજાં નાટકો' પહેલા કરતાં કાંઈક ચઢે તેવા આયોજનવાળો છે. પાત્રોની મેળવણું તથા મુખ્ય પ્રશ્નને સ્પષ્ટ કરવાની દષ્ટિ વધારે લક્ષ્યાર્થી બની છે. તેમાં ય પાંચ નાટિકાઓ છે, અને માનવજીવન તથા માનવસંસારને સ્પર્શતા પ્રશ્નો વણેલા છે. રસપ્રધાનતા કરતાં ઉપદેશપ્રધાનતા વિશેષ છે.
પરી અને રાજકુમાર તથા બીજાં નાનાં પાંચ નાટકો' (રમણલાલ