Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નાટક
૧૯ દ ગુણ વિશેષ હોય છે, છતાં જનતાના મન ઉપર નાટકનું દર્શન જેટલી પ્રબળ અસર પાડે છે તેટલી જ પ્રબળ અસર બોલપટો પાડે છે, એટલે લોકમાનસ ઉપર સાહિત્યની સંસ્કારયુક્ત અસર પાડવાની દૃષ્ટિએ બોલપટ નાટકના પ્રદેશમાં જ આવી જાય છે. કાંઈક વાગ્યે ગુણની ઓછપને લીધે અને કાંઈક મોટા ભાગનાં બોલપટો હિંદી ભાષામાં હોવાને લીધે ગુજરાતી સાહિત્યમાં એ બોલપટોની ગણત્રી કરવામાં આવતી નથી. સાહિત્યનાં પત્રો કે સાહિત્ય-વિવેચનના ગ્રંથો એની સમીક્ષાથી દૂર રહે છે. બોલપરનાં વિવેચન-સમીક્ષાનું કાર્ય તે માટેના ખાસ પત્રો જ કરે છે; પરંતુ એ વિવેચનો બોલપટોનાં ટેકનિક, પાત્રાના પોશાક, સંગીતની સરસતા-નીરસતા, પ્રસંગોની રજૂઆતને સ્પર્શતાં વિશેષ પ્રમાણમાં હોય છે. વસ્તુસંકલના, સંવાદની યથાર્થતા, ભાવનિરૂપણની દષ્ટિએ વાણીનો સુસંવાદ ઇત્યાદિ સાહિત્યસ્પર્શી અંગોને એવાં વિવેચનોમાં કોઈક જ વાર છણવામાં આવે છે. આવી છણાવટ જરૂરી લાગે છે, કારણ કે વર્તમાન નાટક સાહિત્યનું એ એક મહત્ત્વનું અંગ બની ગયું છે.
આ પાંચ વર્ષને ગુજરાતી નાટક સાહિત્યમાં એકાંકી નાટિકાઓને જ કાલ સૌથી મોટો છે; એક જ વસ્તુ પ્રતિ નિષ્ઠાવંત એવાં સંપૂર્ણ નાટક ગણ્યાગાંઠયાં છે. નાટિકાઓમાં ય સાંસારિક-સામાજિક પ્રશ્નોની છણાવટ કરતાં અને રસદષ્ટિએ હાસ્ય તથા કરણને અંગભૂત બનાવતાં વસ્તુઓવાળી નાટિકાઓ વિશેષ છે. નવલિકાઓ અને નવલકથાઓનાં ભાષાંતરના પ્રમાણમાં નાટક-નાટિકાઓનાં ભાષાંતર–અનુવાદોનું પ્રમાણ ઓછું છે.
- નાટક “પુણ્યકંથા' (કવિશ્રી નાનાલાલ) એ વૈરાગ્ય, સંયમ, તપસ્યાના મહિમાગીત સમું નાટક છે. ગીત-છંદના છંટકાવ સાથે અપદ્યાગદ્યમાં તે લખાયેલું છે. તેનાં પાત્ર ભાવનાની મૂર્તિ સમાં છે અને કાર્યવેગમાં મંદતા દાખવે છે. જીવનને પુણ્યવંતુ બનાવવાનો સંદેશો તે આપે છે. “મૃગતૃષ્ણા” (ખટાઉ વ. જોષી)માં નાટકનું સળંગપણું બરાબર નથી એટલે છૂટાં છૂટાં દોનો સમૂહ તે બની ગયો છે. આધિભૌતિક સુખવાદને મૃગતૃષ્ણ રૂપ ઓળખાવીને એ નાટક બધપ્રધાન બની રહે છે.
ઈશ્વરનું ખૂન” (“દિવ્યાનંદ') એ નાટક સંસારત્યાગી ધર્મગુરુઓના વૈભવવિલાસો ઉપરની જનતાની ઘણાના પ્રત્યાઘાત રૂપે લખાયેલું છે, તેનો ધ્વનિ એ છે કે બધા વિલાસી ધર્મગુરુઓ પતિત નથી હોતા, કેટલાક સત્યપ્રેરણા પામ્યા હોય છે અને વ્યક્તિ તથા સમષ્ટિનો ઉદ્ધાર કરી શકે છે. એ જ