________________
‘ધ્યાન વિચાર' : ગ્રંથ પરિચય
અનંત જ્ઞાન પ્રકાશના પુંજ, કરુણાના મહાસાગર, તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવાને સમગ્ર વિશ્વમાં જ્ઞાનપ્રકાશ ફેલાવ્યો છે. ભગવાનના શ્રીમુખે આત્મતત્ત્વ આદિ તત્ત્વોનું સ્વરૂપ સાંભળી, ગ્રહણ કરીને પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ પોતે સ્ફટિક સદેશ નિર્મળ-નિષ્કલંક આત્માનો આત્મા વડે આત્મામાં જ અનુભવ કરીને તે અનુભવ જ્ઞાનનો સાચો માર્ગ સર્વ મુમુક્ષુ સાધકોને ઉ૫કા૨ક બને તે માટે શાસ્ત્રોમાં અદ્ભુત રીતે ગૂંથીને બતાવ્યો છે. તે આજે પણ શ્રી જિનાગમોમાં વિદ્યમાન છે; અંધકારને હરતાં પ્રકાશની જેમ ઝળહળે છે. તેનું અધ્યયન-મનન, જ્ઞાની ગુરુની નિશ્રામાં પોતાની પાત્રતા મુજબ કરી, એ માર્ગને જાણી શકાય છે, આરાધી શકાય છે.
દેવદુર્લભ આ માનવજન્મની સાર્થકતા આત્માને ઓળખવા અને અનુભવવામાં છે.
આત્માના ત્રણ પ્રકાર પ્રત્યેક શરીરધારી જીવોમાં ત્રણ પ્રકારનો આત્મા રહેલો છે ઃ એક છે ‘બહિરાત્મા’, બીજો છે ‘અંતરાત્મા’ અને ત્રીજો છે. ‘પરમાત્મા’.
આત્માના આ ત્રણ પ્રકાર એ વાસ્તવમાં આત્માની ત્રણ અવસ્થાઓ છે.
જીવ જ્યાં સુધી દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિવાળો હોય છે, ત્યાં સુધી તે ‘બહિરાત્મા’ કહેવાય છે. જીવની આંતરષ્ટિ ઊઘડતાં જ્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ થાય છે, ત્યારે તે ‘અંતરાત્મા’ કહેવાય છે અને જીવ જ્યારે પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમય પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, ત્યારે તે પરમાત્મા' કહેવાય છે.
આ ‘પરમાત્મા’ પ્રચ્છશરૂપે સર્વ જીવોમાં રહેલા છે. ગાઢ અજ્ઞાનરૂપી ભસ્મથી આચ્છાદિત તે પરમાત્મ સ્વરૂપનો અનુભવ પ્રબળ ધ્યાન શક્તિ વડે થઇ શકે છે.
પૂર્વોક્ત ત્રણ અવસ્થાઓમાં બહિરાત્મદશા ત્યાજ્ય છે. અંતરાત્મદશા એ ઉપાય સાધનરૂપ છે અને પરમાત્મદશા એ ઉપેય /સાધ્ય સ્વરૂપ છે.
અંતરાત્મદશા વડે બહિરાત્મ દશાનો ત્યાગ કરી પરમાત્મદશાને પ્રાપ્ત કરવી એ
જ માનવ જીવનનો સાર છે. સર્વ શાસ્ત્રોનો સાર, તાત્પર્યાર્થ પણ એ જ છે. ધ્યાનયોગનો અધિકારી કોણ ?
ધ્યાતા અંતરાત્મા તે ધ્યાનયોગનો અધિકારી છે. શાસ્ત્રોમાં બતાવેલી સર્વ પ્રકારની ધ્યાનયોગની સાધના પરમાત્મદશાને પ્રાપ્ત કરવા - અનુભવવા માટે જ છે. પણ ધ્યાનયોગની સાધનાઓ તેના સાચા અધિકારી વિના ફળદાયી
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૦