________________
(૭) શક્તિના પ્રભાવે આત્માથી કર્મનો અત્યંત વિયોગ કરવા માટેની આત્માભિમુખતા પ્રગટે છે જેમ તલમાંથી તેલને છૂટું પાડવા તેને ઘાણીમાં પીલવામાં આવે છે.
પીગાળવા-પ્રવાહી બનાવવા માટે તેને અગ્નિનો તાપ આપવામાં આવે છે. તાપ લાગવાથી સર્વ પ્રથમ ઘીમાં ઢીલાશ આવે છે, તાપનું પ્રમાણ વધે છે એટલે તેમાં ઉથલપાથલ શરૂ થાય છે અને તે ધીમે ધીમે તરલતાને અભિમુખ બને છે અને તાપની ઉગ્રતા વધતાં તે એકદમ પીગળી જાય છે અર્થાત્ ઓગળી જાય છે.
અથવા કોઇ મજબૂત દિવાલમાં ખૂબ ઊંડે સુધી ઊતરી ગયેલા ખીલાને ખેંચી કાઢવો હોય છે તો વ્યક્તિ ખીલાને કાઢવા જરૂરી હથોડાદિ સામગ્રી ભેગી કરે છે. પછી તેને ખેંચી કાઢવાની મહેનત શરૂ કરે છે. પણ ખીલો ખૂબ ઊંડે ઊતરેલો હોવાથી તેના એકલાના પ્રયત્નથી બહાર નીકળતો નથી. તે જોઇને બીજા માણસો ‘ઓર જોર લગાઓ’ વગેરે પ્રેરણાત્મક શબ્દો દ્વારા તેને ઉત્સાહિત કરે છે; એટલે તે વ્યક્તિ વધુ જોસ-જુસ્સાથી ખીલાને બહાર ખેંચી કાઢવા પ્રયત્નશીલ બને છે. મજબૂત પક્કડ વડે ખીલાને ઊંચોનીચો કરીને ઢીલો પાડે છે. આમ થવાથી તે ખીલો વધુ ઢીલો પડે છે. દીવાલ સાથેની તેની પકડ ઢીલી પડે છે એટલે તે વ્યક્તિ અતિ ઉત્સાહિત થઇને તે ખીલાને મજબૂત પક્કડ દ્વારા દીવાલમાંથી બહાર ખેંચી કાઢવામાં સફળ થાય છે. આ જ રીતે મુમુક્ષુ સાધક, પોતાના
શિયાળામાં એકદમ થીજી ગયેલા ઘીને આત્મપ્રદેશો સાથે જડબેસલાક બની
ધ્યાન વિચાર (સવિવેચન) . ૪૦
(૮) સામર્થ્યના પ્રભાવે આત્મા અને કર્મનો સાક્ષાત્ વિયોગ કરવામાં આવે છે - જેમ ખોળ અને તેલને જુદાં પાડવામાં આવે છે.
મોહનીય આદિ કર્માણુઓનો વિપુલ જથ્થો આત્માના પ્રદેશે-પ્રદેશે નીરક્ષીરવત્ વ્યાપીને રહ્યો છે, તેનો સમૂલ ઉચ્છેદ-કરવા માટે આત્માએ અવિરતપણે ભગીરથ પુરુષાર્થ કરવો પડે છે અને તે પુરુષાર્થમાં ઉત્તરોત્તર પ્રબળતા વધતી જાય તે માટે મનોયોગ વગેરેની શુદ્ધિ, જ્ઞાનાદિ આચારોનું સમ્યક્ પાલન આદિ આલંબનો ગ્રહણ કરવાં પડે છે. તે આલંબનોને સાધક પોતાના જીવનમાં જેમ-જેમ અપનાવતો રહે છે, તેમ-તેમ તેનો આંતર-પુરુષાર્થ ક્રમશઃ વૃદ્ધિ પામતો જાય છે.
જુદાં-જુદાં આલંબનોને લઇને ક્રમિક વિકાસ પામતા આ આંતર-પુરુષાર્થને જ અહીં યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ આદિ નામો દ્વારા ઓળખાવવામાં આવ્યા છે.
આ યોગ, વીર્ય આદિના કાર્યને સમજવા માટે એક-બે વ્યવહારુ ઉદાહરણ જોઇએ.