________________
પણ સૂક્ષ્મ બની જાય છે, તેથી મનની ‘સુલીન’ અવસ્થા હોય છે. અર્થાત્ અતિ નિશ્ચલ અને પરમાનંદમય મનની સ્થિતિ હોય છે.
આ રીતે મનની ચાર અવસ્થાઓ પૈકી શ્લિષ્ટ અને સુલીન અવસ્થાનો પ્રણિધાનાદિમાં સદ્ભાવ હોય છે.
ઉપર જણાવેલ ‘પ્રણિધાન' વગેરેના સંબંધમાં અનુક્રમે શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, દમદંત મુનિ તથા પુષ્પભૂતિ આચાર્યનાં દૃષ્ટાંતો છે. ભવનયોગ
• મૂળ પાઠ :
एते मरुदेव्या इव
સ્વમાવેન નાયમાના મવનયોગ: । અર્થ : પૂર્વોક્ત (યોગ, વીર્ય આદિ ૯૬ ધ્યાનના પ્રકારો મરુદેવી માતાની જેમ સહજ રીતે ઉત્પન્ન થાય, તો તે ‘ભવનયોગ’ કહેવાય છે.
વિવેચન : ‘ભવનયોગ'માં સહજ સ્વભાવથી-નૈસર્ગિક રીતે થતા ધ્યાનયોગનો નિર્દેશ થયો છે, તે આત્મામાં રહેલી નૈસર્ગિક-સ્વાભાવિક ધ્યાનશક્તિને સૂચિત કરે છે.
શ્રી તત્ત્વાર્થ સૂત્રકાર ભગવંતે ‘તક્ષિસર્ગાદધિગમાદ્ વા' - આ સૂત્ર દ્વારા સમ્યગ્ દર્શન ગુણના પ્રગટીકરણના મુખ્ય બે હેતુ બતાવ્યા છે : (૧) નિસર્ગ, (૨) અધિગમ.
-
(૧) નિસર્ગ એ અંતરંગ હેતુ છે. કોઇ જીવને બાહ્ય હેતુ વિના પોતાના જ શુભ આત્મપરિણામથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે, તે નિસર્ગ-સમ્યગ્દર્શન છે.
(૨) અધિગમ એ બાહ્ય હેતુ છે. કોઇ જીવને ગુરુ-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તની પ્રધાનતાએ અંતરંગ નિમિત્તથી
સમ્યગ્ દર્શન ગુણ (આદિ) પ્રગટે છે, તે અધિગમ-સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન આદિ ગુણોના પ્રાગટ્યમાં જુદા-જુદા હેતુઓ બતાવવાનું કારણ દરેક જીવનું ભિન્ન-ભિન્ન તથાભવ્યત્વ છે.
જીવત્વેન-જીવરૂપે બધા જીવો સમાન હોવા છતાં મોક્ષગમનની યોગ્યતા અને અયોગ્યતાના કારણે ભવ્યજીવ અને અભવ્યજીવ એવા ભેદો પડે છે.
મોક્ષ પામવાની યોગ્યતાવાળા જીવ એટલે કે મોક્ષપ્રાપ્તિને અનુરૂપ સામગ્રી મળતાં જે જીવો મોક્ષ પામી શકે તે ભવ્ય.
અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય. મોક્ષ પામવાની સામગ્રી મળવા છતાં અભવ્ય-જીવો કદી મોક્ષ પામતા નથી.
ભવ્ય અને અભવ્યની તાત્ત્વિક વ્યાખ્યા એ છે કે - એકને કોઇક કાળે મોક્ષની રુચિ જાગે છે, બીજાને અનંતકાળમાં પણ જાગતી જ નથી.
દરેક ભવ્યજીવમાં ભવ્યત્વ-મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં તે એક સરખી હોતી નથી. દરેક જીવમાં યોગ્યતા
ધ્યાન વિચાર (સવિવેચન)
૦ ૨૬૫