________________
હોવા છતાં તેનો ઉપયોગ કરવાનાં સાધન ત્રણ હોવાથી તેના પણ ત્રણ પ્રકાર પડે છે.
(૧) કાયાના આલંબનથી થતો વીર્યશક્તિનો ઉપયોગ એ કાયયોગ કહેવાય છે.
(૨) વચનના આલંબનથી થતો વીર્યશક્તિનો ઉપયોગ એ વચનયોગ કહેવાય છે.
-
(૩) મનના માધ્યમથી થતો વીર્યશક્તિનો ઉપયોગ - એ મનોયોગ કહેવાય છે.
-
અર્થ : વીર્ય યોગનાં આલંબનો જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨ અને વીર્યાચારના ૩૬ પ્રકાર એમ કુલ ૭૨ પ્રકારનાં વીર્યયોગનાં આલંબનો છે.
વિવેચન : ‘વીર્ય’ આત્મિક સામર્થ્યવિશેષ છે. આત્મપ્રદેશો દ્વારા કર્મદલિકોને ધ્યાનાગ્નિમાં નાખવા-હોમી દેવા માટે પ્રેરિત કરવા તે વીર્યયોગનું કાર્ય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના વિષયમાં આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર જ્ઞાનાદિ પાંચ પ્રકારનો છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણી, સમ્યગ્ વિધિપૂર્વક પાલન કરવાથી વીર્યયોગની પુષ્ટિ અને શુદ્ધિ થાય છે. આત્મિક સામર્થ્યરૂપ વીર્યયોગનાં ઉત્થાન અને વિકાસમાં આ આચારપાલન પરમ આલંબન રૂપ બને છે.
સંશી જીવોને મન, વચન અને કાયા - ત્રણે યોગો હોવાથી ત્રણે યોગોની નિર્મળતા અને નિશ્ચળતાના પ્રમાણમાં તેમને યોગની શુદ્ધિ અને સ્થિરતા થાય છે.
મન વગેરેની શુદ્ધિ માટે સાત પ્રકારની પ્રશસ્ત ચિંતા અને ચાર પ્રકારની શુભ ભાવનાનું વિધાન ધ્યાનની વ્યાખ્યામાં આ ગ્રંથકાર મહર્ષિએ કર્યું છે.
આ રીતે પવિત્ર-શુદ્ધ અને સ્થિર બનેલા મનોયોગ, વચનયોગ અને કાયયોગને અહીં પ્રણિધાનાદિ ‘યોગ’નાં આલંબન તરીકે જણાવ્યાં છે, તે યથાર્થ છે. (૨) વીર્યયોગનાં આલંબનો મૂળ પાઠ :
वीर्ययोगालम्बनानि - ज्ञानाचार ८, दर्शनाचार ८,
चारित्राचार ८, तपाचार १२, वीर्याचार ३६
एवम् ७२ ॥
ધ્યાન વિચાર (સવિવેચન)
જ્ઞાનાચાર આદિ આચારોનો નામનિર્દેશ અને તેની ટૂંકી સમજ અહીં આપવામાં આવે છે. વિસ્તૃત માહિતી જ્ઞાની પુરુષો દ્વારા અથવા અન્ય ગ્રંથોથી જાણી લેવી.
જ્ઞાનાચારના આઠ પ્રકાર
काले विए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । વંનળ-સત્ય-તડુમયે, अट्ठविहो नाणमायारो ॥ १ ॥ કાલ, વિનય, બહુમાન, ઉપધાન,
• ૩૦૨