Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 355
________________ તેમ જ્ઞાનાદિ અનંત ગુણો પરસ્પર દાન કરે છે. એ દાનગુણની અનંતતા સમજવી. પરસ્પર એકબીજાની સહાય મેળવે છે એ લાભગુણની અનંતતા જાણવી. એક વાર ભોગવાય તે ભોગ કહેવાય છે. આત્મા પ્રતિસમય નવાનવા પર્યાયને ભોગવે છે. એ ભોગગુણની અનંતતા છે અને ગુણો વારંવાર ઉપભોગમાં આવે છે, એ ગુણની અનંતતા છે. ઉપભોગ આ રીતે સિદ્ધ પરમાત્માના અનંત ગુણોની અનંતતા કેવળી ભગવંતો સાક્ષાત્ જાણે છે, છતાં વચન દ્વારા પૂર્ણતયા તેને કહી શકતા નથી. - સિદ્ધપરમાત્મા સર્વ સંગથી રહિત અને નિરાવરણ હોવાથી નિર્મળ છે, પૂર્ણ છે. અનંત, નિર્મળ અને સંપૂર્ણ પ્રભુતામય સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરવાથી સામર્થ્ય-યોગરૂપ પ્રબળ વીર્ય પ્રગટ થાય છે. જેના પ્રભાવે ‘સિદ્ધિ અને પરમ સિદ્ધિ’ ધ્યાન કરવાની સહજ શક્તિ ખીલે છે અને ક્રમશઃ આત્મા સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત કરીને પોતાના આત્માનું પણ સિદ્ધ સ્વરૂપે ધ્યાન કરે છે. તે ધ્યાનના બળે ક્લિષ્ટ કર્મોનો ક્ષય થાય છે. અર્થાત્ જેમ ઘાણીમાં તલ પીલીને ખોળ અને તેલ જુદાં પાડવામાં આવે છે, તેમ આત્મ-પ્રદેશો સાથે ચોંટીને રહેલા કર્મોને સામર્થ્ય-યોગ વડે જુદાં પાડી તેનો સર્વથા વિયોગ કરવામાં આવે છે. આ રીતે સિદ્ધાયતન અને સિદ્ધસ્વરૂપનું ચિંતન એ સામર્થ્ય-યોગને પ્રગટાવનાર હોવાથી તેના આલંબનભૂત છે. ગ્રંથ-સમાપ્તિમાં મંગળને માટે પણ સિદ્ધાયતનનું અને સિદ્ધ ભગવંતોનું ચિંતન અને ધ્યાન કરવાનું ગ્રંથકારશ્રીએ સૂચન કર્યું છે. પરમપદની સાધનામાં નિપુણતા કેળવીને, પરમસિદ્ધિધ્યાનમાં સફળનીવડી, સર્વ મંગળકારી પદને પામવાનું છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૬

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382