________________
પ્રણિધાનાદિનું સ્વરૂપ : પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા - આ શબ્દો ધ્યાન-યોગ અને અધ્યાત્મ-ગ્રંથોમાં ખૂબ પ્રચલિત છે. તે શબ્દો, મન, વાણી અને કાયાની ઉત્તરોત્તર અધિક-અધિક નિર્મળતા અને નિશ્ચળતાના દ્યોતક છે.
મન, વાણી અને કાયા જ્યારે અશુભ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત બને છે, ત્યારે પ્રણિધાનની ભૂમિકા આવે છે.
મન, વચન, કાયા જ્યારે શુભમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે સમાધાનની ભૂમિકા પ્રગટે છે.
સમાધિની કક્ષા રાગ-દ્વેષના પ્રસંગોમાં પણ સમત્વ જળવાય છે ત્યારે આવે છે. જીવનમાં આવું સમત્વ સિદ્ધ થાય છે, ત્યારે મનની નિશ્ચળતા વધતાં ઉચ્છ્વાસ આદિનો પણ સહજ નિરોધ એ ‘કાષ્ઠા’ની ભૂમિકા છે.
વિશાળતા હૃદયંગમ બની શકે. ‘પ્રણિધાન’ અને ‘સમાધાન' એ સમિતિ ગુપ્તિ આદિ ઉત્તર-ગુણાત્મક અને પાંચ-મહાવ્રતરૂપ મૂળ-ગુણાત્મક વ્યવહાર-ચારિત્રના ઘોતક છે. આ વ્યવહાર-ચારિત્રના વિશુદ્ધ પાલનથી પ્રગટતી પરમ સમતાના સૂચક સમાધિ અને કાષ્ઠા છે.
મનોગુપ્તિ ચારિત્રનું મુખ્ય અંગ છે. ત્રિપ્રકારાત્મક આ મનોગુપ્તિના બે પ્રકારો પ્રણિધાનાદિમાં સમાયેલા છે તે
આ રીતે ‘પ્રણિધાન’માં અશુભ
કલ્પના-જાળનો નિરોધ છે. ‘સમાધાન’માં શુભ વિચારોનું પ્રવર્તન છે, ‘સમાધિ’ અને ‘કાષ્ઠા’માં સ્થિર સમત્વ છે. તેના પ્રભાવે આત્મરમણતારૂપ' ત્રીજો પ્રકાર ‘ઉન્મનીકરણ’માં પ્રાપ્ત થાય છે, તે આગળ બતાવવામાં આવશે.
એ જ રીતે મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ તથા શુભ પ્રવૃત્યાત્મક અને અશુભ નિવૃત્ત્તાત્મક ત્રણ ગુપ્તિ પણ પ્રણિધાન અને સમાધાનમાં યથાર્થ રીતે ઘટી જાય છે.
પ્રણિધાન આદિ યોગમાં ચારિત્રયોગ : સાવદ્ય-અશુભ યોગની નિવૃત્તિરૂપ અને નિરવદ્ય-શુભ યોગની પ્રવૃત્તિ સ્વરૂપ પ્રણિધાનાદિ યોગોમાં ચારિત્રયોગના મુખ્ય અંગભૂત સમિતિ, ગુપ્તિ, મહાવ્રત અને સામાયિક-સમભાવ વગેરે કઇ રીતે સમાયેલાં છે તેનો વિચાર કરીશું, જેથી આ પ્રણિધાનાદિ યોગોની વિશિષ્ટતા અને ૧. વિમુલ્પનાનાાં સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ ।
आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ॥ ४१ ॥
-
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ-પ્રવચન-માતા એ અધ્યાત્મ-યોગની જનની છે. જીવનમાં ધર્મ કહો કે
‘યોગશાસ્ત્ર', પ્રાશ રૃ.
આર્ત્ત અને રૌદ્ર પરિણામરૂપ કલ્પનાઓથી રહિત, સમભાવમાં સ્થિર અને આત્મ-સ્વભાવમાં લીનતાવાળા મનને મનોગુપ્ત’ કહે છે. આ રીતે મનોગુપ્તિના ત્રણ પ્રકાર છે.
ધ્યાન વિચાર (સવિવેચન)
૦૨૬૩