________________
આસેવનથી સાધી શકાય છે.’
દૂધમાં વ્યાપીને રહેલા ઘીની જેમ સર્વ જિનાગમોમાં અને પ્રકીર્ણ ગ્રંથોમાં પ્રારંભથી અંત સુધી ‘ધ્યાન’ પદાર્થ વ્યાપ્ત છે. આ ગ્રંથોના વિધિ અને બહુમાનપૂર્વક અભ્યાસ, મનન અને પરિશીલન કરવાથી આ હકીકત કેટલી પ્રમાણભૂત છે તે સમજાય છે.
આશ્રવના દ્વારો એ સંસારનો માર્ગ છે અને સંવર-નિર્જરાનાં દ્વારો એ મોક્ષનો માર્ગ છે. મોક્ષનો પરમ ઉપાય તપ છે. અને તપમાં ધ્યાન સૌથી મોખરે છે.
તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ. બાર પ્રકાર છે. તેમાં ધ્યાનની મુખ્યતા છે, શેષ ભેદો ધ્યાનની જ શુદ્ધિ અને વૃદ્ધિમાં હેતુભૂત બને છે.
જિનશાસનનું પ્રત્યેક અનુષ્ઠાન એ મોક્ષનો હેતુ છે. એનું કારણ એ જ છે કે તે તપપૂર્વકનું જ હોય છે. તપ એટલે દેહદમન નહિ પણ સર્વ પ્રકારની ઇચ્છાઓનો નિરોધ અને નાશ કરી દેનારું અનુષ્ઠાન.
આ રીતે તપ અને યોગ (ધ્યાન) બંનેનું લક્ષણ અપેક્ષાએ સમાન હોવાથી
બંનેની કચિત્ એકતા છે.
મન-વચન-કાયાની શુદ્ધિ અને સ્થિરતાથી ધ્યાન સધાય છે. ચિત્તશુદ્ધિ માટે પ્રથમ કાયા અને વચનની શુદ્ધિ અનિવાર્ય છે. એ વિના વાસ્તવિક રીતે મનની શુદ્ધિ કે સ્થિરતા પ્રાપ્ત થઇ શકતી નથી.
ચિત્તની શુદ્ધિ ત્યારે થઇ કહેવાય, જ્યારે તે સત્ત્નું વ્યાસંગી બને, અસત્ પદાર્થો વડે જરા પણ ન રંગાય.
જૈન દર્શનમાં અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ કે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ એ ત્રણે યોગોની શુદ્ધિ અને સ્થિરતાને સમાન રીતે સમર્થન આપે છે.
મનને અશુદ્ધ અને ચંચળ બનાવવામાં જેમ કાયા અને વચનની પ્રવૃત્તિ અગત્યનો ભાગ ભજવે છે, તેમ મનની શુદ્ધિ અને સ્થિરતામાં પણ કાયા અને વાણી પોતાનો ભાગ ભજવે છે.
સામાયિકની મહાન સાધનામાં સર્વ સાવદ્ય (પાપ) વ્યાપારનો ત્યાગ અને નિરવદ્ય (શુભ નિષ્પાપ) વ્યાપારોનું સેવન ત્રણ યોગ અને ત્રણ કરણથી
કરવાનું સ્પષ્ટ વિધાન જૈન શાસ્ત્રોમાં ક૨વામાં આવ્યું છે.
૧. भदन्त ! द्वादशाङ्गस्य किं सारमिति कथ्यताम् । सूरिः प्रोवाच सारोऽत्र ध्यानयोगः सुनिर्मलः ॥ ५५७ ॥ मूलोत्तरगुणाः सर्वे सर्वा चेयं बहिष्क्रिया । मुनीनां श्रावकाणां च ध्यानयोगार्थमीरिता ॥ ५५८ ॥ मनःप्रसादः साध्योऽत्र मुक्त्यर्थं ध्यानसिद्धये । अहिंसादिविशुद्धेन सोऽनुष्ठानेन साध्यते ॥ ५५९ ॥
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૫૦
‘૩મિતિ સારોદ્વાર' પૂ. ૮