________________
જેમ જુદા જુદા માર્ગે વહેતી નદીઓ અંતે એક જ સમુદ્રમાં સમાઇ જાય છે. તેમ ધ્યાન, યોગ અને સમાધિના ભિન્નભિન્ન પ્રકારો વડે પણ સાધક અંતે પરબ્રહ્મસ્વરૂપ પરમાત્મપદને પામે છે.
આ રીતે સાધનોમાં ભિન્નતા હોવા છતાં એક જ સાધ્યને સિદ્ધ કરનારા હોવાથી ૫૨માર્થતઃ તે સર્વમાં એકતા છે.
અંતરાત્મદશા એ સાધક અવસ્થા છે.
તેમાં ચતુર્થ ગુણસ્થાનકથી અર્થાત્ સમ્યગ્ દિષ્ટથી લઇને બારમા ગુણ સ્થાનક (ક્ષીણ મોહ) સુધીના સાધકો ધ્યાન, યોગ અને સમાધિની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો અનુભવ કરતા હોય છે. વસ્તુતઃ ત્રણે ધ્યાનસ્વરૂપ હોવાથી એક છે.
પ્રસ્તુત ‘ધ્યાન વિચાર' ગ્રંથમાં ધ્યાન, યોગ અને ચિન્માત્ર સમાધિ (કરણ)ના ભેદ, પ્રભેદ અને તેનું સ્વરૂપ બતાવવા દ્વારા સાધકદશામાં સંભવતા ધ્યાન, યોગ અને સમાધિની સર્વ ભૂમિકાઓનો નિર્દેશ કર્યો છે તથા ધ્યાતા અને ધ્યેયના સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. તેનું અધ્યયન-મનન કરવાથી યોગી પુરુષો કેવા-કેવા ધ્યાન પ્રયોગો, કેવી કેવી યોગ સાધનાઓ અને સમાધિની અનુભૂતિ કરીને કેવળજ્ઞાન અને નિર્વાણપદને પામ્યા છે કે પામશે તે જાણી
શકાય છે અને સાધક સ્વયં એ સાધના માર્ગનું અનુસરણ કરીને પોતામાં અંતર્નિહિત પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમય સ્વરૂપને પ્રગટ કરી શકે છે.
ध्यानं एकाग्रसंवित्तिः
અર્થાત્ એકાગ્ર ધ્યાન એટલે એક આલંબનવાળું, એક ધ્યેયવાળું જ્ઞાન. અર્થાત્ વિજાતીય જ્ઞાનના અભાવવાળી સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે.
ધ્યાન-યોગ વિષયક ગ્રંથોમાં ધ્યાન માટેની ભિન્ન-ભિન્ન પરિભાષાઓ જોવા મળે છે.
‘શ્રી સમવાયાંગ સૂત્ર'માં એક જ વસ્તુમાં અંતર્મૂહૂર્ત કાળ સુધી ચિત્તની અવસ્થાને ધ્યાન કહ્યું છે.
તત્ત્વાર્થસૂત્રકારે એકાગ્ર ચિંતા નિરોધ અર્થાત્ કોઇ એક વિષયમાં ચિત્તની સ્થિરતાને ધ્યાન કહ્યું છે.
પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપારને (યોગ) ધ્યાન કહ્યું છે.
શ્રી પતંજલિ ઋષિએ સ્વરચિત
યોગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગધ્યાન કહ્યું છે.
પ્રસ્તુત ગ્રંથમાં આપેલી ધ્યાનપરિભાષા ‘ચિંતા અને ભાવના પૂર્વકનો સ્થિર અધ્યવસાય’માં ઉક્ત પરિભાષાઓ
૧. યોગોધ્યાન-સમાધિજી ધીરોધ: સ્વાન-નિગ્રહ: । अन्त: संलीनता चेति तत्पर्यायाः स्मृता बुधैः ॥ ધ્યાન વિચાર (સવિવેચન)
• ૨૬
‘સાહિપુરાળ’ સર્ચ ૨૬.