________________
ધ્વન્યાલોક
(૧) તેઓ કદાચ એમ માનતા હોય કે ધ્વનિ અને ભક્તિ બધી દષ્ટિએ સાવ સરખાં (completely identical)- એકરૂપ છે. એમ હોવાથી ઉપરનાં બે પદોમાંથી એક, બીજાનું પર્યાયવાચી છે. જેમ ઘટ અને કલશ પર્યાયવાચી છે તેમ.
૩૦
( ૨ ) કદાચ કોઈ એમ માને કે ભક્તિ, ધ્વનિનું લક્ષણ છે. (essential mark or differentia) જેમ પૃથ્વીત્વ, પાર્થિવ દ્રવ્યોનો આવશ્યક અને અસાધારણ ગુણ છે.
(૩) અથવા, ભક્તિ, ધ્વનિનો માત્ર આકસ્મિક ગુણ છે. (accidens છે.) ઉત્તરપક્ષ : આનંદવર્ધને ભાક્તવાદીઓનું ખંડન જે રીતે કર્યું છે તે ઉપરથી લોચનકારે ઉપર્યુક્ત ત્રણ સંભવિતતાનું અનુમાન કર્યું છે. પ્રથમ કહેલ સંભવિત દલીલનું ખંડન ધ્વન્યાલોક ૧/૧૪ની પ્રથમ પંક્તિમાં કરવામાં આવ્યું છે.
भक्त्या बिभर्ति नैकत्वं रूपभेदादयं ध्वनिः ।
અર્થાત્‘આ ધ્વનિ લક્ષણાથી ભિન્નરૂપ હોવાથી, તે બે વચ્ચે (ધ્વનિ અને લક્ષણા-ભક્તિ-વચ્ચે) એકત્વ નથી. ધ્વનિમાં પ્રયોજનનું સૌંદર્ય આગળ પડતી બાબત છે. ભક્તિમાં પ્રયોજનનું સૌંદર્ય ધ્યાનમાં લેવું પડતું નથી. તેમાં માત્ર ઉપચાર (superimposition) જ છે.
બીજી સંભવિત દલીલનું ખંડન કરતાં આનંદવર્ધને કહ્યું છે, ‘એમ પણ ન કહી શકાય કે ભક્તિ, ધ્વનિનું લક્ષણ છે. (definition છે.) કેમકે એમ ગણતાં એ લક્ષણ કાં તો અતિવ્યાસ કે અવ્યાસ બની જાય છે. ‘અતિવ્યાપેથાવ્યાત્તેર્ન વાઘો લક્ષ્યતે તથા ।'' ૧/૧૪-૨.
લક્ષણ, હેતુનો (ન્યાયદર્શનના ખાસ અર્થમાં) એક વિશિષ્ટ પ્રકાર છે. સદ્ અનુમાન માટેના હેતુની બધી શરત તે પૂર્ણ કરતો હોવો જોઈએ. તે શરતો છે પક્ષસત્ત્વ, સપક્ષ સત્ત્વ, વિપક્ષ અસત્ત્વ. કંઈ ઉણપ હોય તો લક્ષણ દોષવાળું બને છે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ- આ ત્રણ તેના દોષ માનવામાં આવ્યા છે. ભક્તિ, ધ્વનિની અતિવ્યાપ્તિ વાળી વ્યાખ્યા છે. કારણકે જ્યાં ધ્વનિ હોતો નથી ત્યાં પણ ભક્તિ હોય છે, જેમકે રૂઢિ લક્ષણામાં.
પૂર્વપક્ષ (શંકા) – પ્રયોજનવતી લક્ષણાના બધા કિસ્સાઓમાં ધ્વનિ (suggestion) હોવો જ જોઈએ. તેથી ભક્તિ અને ધ્વનિ એક જ વસ્તુ નથી તેમ કહેવું અયોગ્ય છે.
ઉત્તરપક્ષ (સમાધાન) – પ્રયોજનવતી લક્ષણામાં પ્રયોજન જાણવા માટેનું વ્યંગ્ય હોય તે પૂરતું નથી. વ્યંજિત થતું પ્રયોજન સુંદર, ચમત્કૃતિવાળું (striking) હોવું જોઈએ. કવિઓ, ક્યારેક એવા લાક્ષણિક શબ્દો પ્રયોજે છે, જેનું પ્રયોજન ચમત્કારી હોતું નથી.
વધુમાં રૂઢિભૂલા લક્ષણામાં ધ્વનિ બિલકુલ હોતો નથી. કારણકે વ્યંજનાથી સમજાય છે એવું પ્રયોજન આ પ્રકારની લક્ષણામાં હોતું નથી. જેમકે લાવણ્ય, કુશલ