________________
ત્રીજા વિભાગમાં માનવીને મુખ ઉપરથી પિછાનવાની રીત આપવામાં આવી છે. માણસના મુખ ઉપરના અંગે જેવા કે આંખ, નાક, ભવાં, હોઠ, કાન, જીભ, ગાલ, કપાળ આદિ વિભાગોમાં છૂપાવેલા લક્ષણોને સ્પષ્ટ કરી તેના ગુણ–દોષ, ફળ આદિ બતાવવામાં આવ્યા છે. માણસની આંખે કેવી હેવી જોઈએ ? તેના કપાળ અને નાકનું પ્રમાણ કેવું અને કેટલું હોવું જોઈએ, તેની હડપચી-દાઢીને આકાર કે હોય તે તે સફળ માનવી બની શકે આદિનાની–મોટી તમામ વાતો એમાં પૌવંત્ય અને પશ્ચિમાત્ય એમ બન્ને રીતે ચર્ચવામાં આવી છે.
મુખલક્ષણશાસ્ત્ર એ માનવીને ચહેરા પરથી પિછાની કાઢવાની કળા છે. આ વિદ્યા અતિ પ્રાચીન છે અને તેને ઈતિહાસ તપાસશું તે તે બહુ જ પ્રાચીન કાળથી એટલે કે રામાયણ–મહાભારતના સમયથી ચાલી આવેલી જણાશે. આપણા ઋષિ-મુનિઓ આ વિદ્યામાં પારંગત હતા. અને સમયે સમયે તેઓ એનો ઉપયોગ વ્યવહારમાં પણ કરતા હતા. પશ્ચિમમાં પણ આ વિદ્યાને પગપેસારે ઘણાં પ્રાચીન સમયનો માલમ પડી આવ્યો છે. ગ્રીક લેખકે એરીસ્ટોટલ, લેટે અને ગલેન આદિઓએ એના સંબંધી ઉલ્લેખ વારંવાર કર્યો છે. હીપક્રેટસે તે માણસના ચહેરાઓના રંગ ઉપરથી પણું ભવિષ્ય-કથન જાણવાની રીત શોધી કાઢી હતી. સેક્રેટીસના સમયમાં થઈ ગયેલા ઝપાઈરસે આ શાસ્ત્રમાં જાણવા સુધારાઓ રજુ કરી તેમાં ઘણું ફેરફાર કર્યા હતા. આજ ભવિષ્યવેત્તાએ સેક્રેટીસને ચહેરે જોઈ જે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી તે સેએ રો ટકા સાચી પડી હતી. સેક્રેટીસ પણ આવી અજબ શક્તિ જોઈ ચકિત બની ગયે હતે.
ચહેરા ઉપરથી માનવીને પારખવા માટે તેના મુખ ઉપરના બધાં જ અંગને અભ્યાસ કરવો જરૂરી છે. માત્ર એક જ અંગ ઉપરથી ભવિષ્ય કહી ન શકાય. આંખ, કાન, નાક, કપાળ આદિ કેવા પ્રમાણુના છે, એનો સામુદ્રિક દ્રષ્ટિએ કે આકાર છે આદિ જોઈ તપાસીને જ પછી ભવિષ્ય ઉચ્ચારવું યોગ્ય છે. આ પુસ્તકમાં મુખ ઉપરના વિવિધ અંગોના જે લક્ષણો આપવામાં આવ્યા છે તેને અભ્યાસ કરે, તેમાં આપેલી વિગતો જુઓ અને પછી ભવિષ્ય-કથન કહે.આવિભાગને સમજવાનું સરળ થઈ પડે તે માટે તેમાં પુષ્કળ ચિત્ર પણ આપવામાં આવ્યા છે. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ આ રહ્યું પુસ્તક એમાં આપેલી વિગતોનો અભ્યાસ કરો, તેને અનુસરો અને પછી જુઓ તેનું પરિણામ. અમને ખાત્રી જ કે તે સાચું જ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com