________________
મનુષ્યના જીવન ઉપર આકાશી ગ્રહોની સારી નરસી અસર રહ્યા જ કરે છે. ઘણાને શંકા થશે કે હજારો ગાઉ દૂર રહેલાં ગ્રહ, સૂર્ય, ચન્દ્ર, પૃથ્વી ઉપર રહેતાં મનુષ્યોને કેવી રીતે અસર પહોંચાડી શકે? આવી શંકા કરનારાઓ ભૂલી જાય છે કે ભરતી–ટ પર ચન્દ્રની અસર હેય છે. અમાસ અને પૂર્ણિમાના દિવસ અમુક રોગે માટે ભારે ગણાવે છે. મનના સૂર્ય વખતે ગાંડા મનુષ્યનાં મગજ અધિક વીફરે છે. સૂર્ય અને ચન્દ્ર ગ્રહણ વખતે કેટલાક મનુષ્ય ભારે ઉદાસી અને અસ્વસ્થતા અનુભવે છે. આ શું આ વાતનું પ્રમાણ નથી?
જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય જેવાની પ્રથા પશ્ચિમમાં આજે ખૂબ જ પ્રચલિત બની છે. યૂરેપ અમેરિકામાં તે એને લાગતું સંશોધન પુષ્કળ પ્રમાણમાં થતું રહે છે. આ વિદ્યાનું મૂળ આપણે જ દેશ છે. પણ આપણે પ્રમાદીદશામાં રહ્યા. સંશોધન વૃત્તિ ન રાખી, જ્યારે પશ્ચિમના માન સંશોધનવૃત્તિ રાખી આ શાસ્ત્રને સમય અનુકૂળ બનાવી તેને પ્રચાર વ્યાપક બનાવ્યું. તેમની અને આપણી વચ્ચે આટલો ફેર.
જન્મ તારીખ ઉપરથી માનવીનું આખું ભવિષ્ય, તેની કાર્યશક્તિ, તેના ગુણ-અવગુણ, તેની ખાસિયત આદિને જોઈ શકાય છે. આટલું જ નહિ પણ તમે તમારા કુટુમ્બીઓની, તમારા પુત્ર આદિની પણ જન્મતારીખે જાણતા હો, તે તમે તેમના સંબંધી ઘણું જાગી શકે છે. તેમની કેટલીક ગુપ્ત વાતે તેમનું રહસ્ય તમે તેમના મુખથી ન જાણી શકે તે આ શાસ્ત્ર દ્વારા તમે જાણી શકે છે. એની દ્વારા તમે તમારી ખામીઓને જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરી શકે છો. કયા માણસે તમને અનુકૂળ થઈ પડશે, કયા માણસાની સાથે ! તમારે સંબંધ વધુ મીડે જળવાશે વગેરે અનેક બાબતો તમને આ શાસ્ત્ર દ્વારા જાણવાની મળશે. આ વિભાગમાં રજુ થયેલું ભવિષ્ય કથન એટલું તે સચોટ છે કે જેમને જેમને તે વંચાવવામાં આવ્યું છે તેઓ પોતાના ગુણે–પોતાની ગુપ્ત શક્તિઓ અને પિતાના સ્વભાવ આદિને એમાં સ્પષ્ટરૂપે આલેખાયેલા જોઈ ચકિત બની ગયા છે.
બીજે વિભાગ મસ્તક વિજ્ઞાન છે. એમાં મસ્તકશાસ્ત્રની સૂક્ષ્મ ચર્ચા કરી માનવીનું મસ્તક કઈ શકિતઓ બતાવે છે તેની ચર્ચા કરવામાં આવી છે. મસ્તકમાં પણ ભવિષ્ય છુપાયું છે. મસ્તકના વિભાગો–તેની રચના, દરેક વિભાગમાં કઈ શકિતઓ છે અને તે શકિતઓ કયાં અને શું કામ આપે છે તેની શાસ્ત્રીય રજુઆત એમાં કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com