________________
પહેલું કથન મામી રામને એક સમયે એક માનવીએ પ્રશ્ન કર્યો:– તમારી આ પ્રગતિનું રહસ્ય શું ?”
એમણે જવાબ આપ્યો “મારી જાતને હું પિછાની ગયા હતા અને એટલે જ લોકોને પિછાનવાની ચાવી મારે હાથ આવી ગઈ હતી.”
અને આ સત્ય જ છે. તમે તમારી જાતને ઓળખ દુનિયા આખીને ઓળખતાં શીખી જશે. તમે તમારા ગુણદોષોને પામી જાવ, તમારી ત્રુટીઓને તમે પારખી લો, તમારી શક્તિઓને તમને પરિચય થઈ જાય તો તમારી પ્રગતિનો માર્ગ આપોઆપ ખુલી જશે અને દુનિયા તમારી સામે શિર ઝુકાવતી ઊભી રહેશે.
તમારી જાતને પિછાનવાને એક મુખ્ય માર્ગ છે. અને તે Fortune–Telling-ભવિષ્ય-કથન, ભવિષ્યવાણીનો છે. ભવિષ્યકથન, એ એક શાસ્ત્ર છે. એમાં અટકળ નથી. વિજ્ઞાનમાં જેમ પદ્ધતિસરનું સંશોધન અને પ્રમાણ છે તેવું જ આ શાસ્ત્રમાં પણ છે. પ્રત્યક્ષ નિરીક્ષણ ઉપર જ તેની રચના થઈ છે. આપણું પૂર્વજોએ અનેક અનુભવો દ્વારા તેનું સંશોધન કરી તેને સે ટચના સુવર્ણ જેવું સાચું અને સંપૂર્ણ બનાવ્યું છે.
દરેક મનુષ્યને પોતાનું ભવિષ્ય જાણવાની ઉત્કટ ઈચ્છા હોય છે. શિક્ષિત કે અશિક્ષિત, સંસ્કારી કે અણઘડ દરેક પોતાના ભાવિમાં ડોકીયું કરવા આતુર હોય છે. મશહૂર હસ્તરેખાશાસ્ત્રી અને ભવિષ્યવેતા કીરે” (cheiro) કહે છે કે મને કોઈ એક માનવી બતાવો કે જે પોતાનું ભવિષ્ય જાણવા આતુર ન હોય, હું તેની આગળ મારૂં શિર ઝુકાવી દઈશ.” મશહૂર જ્યોતિષીઓ એલન લી, સેન્ટ જરમન આદિઓએ પણ આવા જ ઉદ્દગારો કાઢયા છે. ભવિષ્ય જાણવાની ઈચ્છા તરફ મનુષ્ય સ્વભાવનું વલણ રહેલું છે અને મનને વાળવા છતાં પણ સ્વાભાવિક રીતે જ મન તિષ તરફ વળ્યા વગર રહેતું નથી. આમ જ્યોતિષ, ભવિષ્ય-કથન માણસ જાતના જીવન સાથે સદાય સંકળાયેલું રહ્યું છે.
આ પુસ્તકમાં ત્રણ વિભાગે પાડવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય, બીજામાં મસ્તક વિજ્ઞાન અને ત્રીજામાં મુખ ઉપરથી માનવીને પિછાનવાની કલા રજુ કરવામાં આવી છે. આમ આ પુસ્તક મનુષ્યના જીવન ઉપર વિવિધ રીતે પ્રકાશ પાડી શકે એવું બનાવવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com