Book Title: Bhavishya Vani Vibhag 1 2 3 4
Author(s): Anadkumar Bhatt
Publisher: N M Thakkar Co

View full book text
Previous | Next

Page 9
________________ તિષ તેમની જીભે રમતું, માનવીનું આયુષ્ય, તેનું સુખદુઃખ આદિ તેઓ તેના મુખ ઉપરથી જ પારખી કાઢતાં, કુદરતનાં ચિન્હામાં તેમને ભાવિ સંકેત જણાત અને તેમની જે આગાહીઓ થતી તે કદીપણ અસત્ય પરવાર થતી નહોતી. પ્રભુનો ઉપકાર માનો કે આપણો જન્મ આવા પ્રતાપી પુરુષના જન્મદેશમાં થયો છે. આપણું એ સદ્ભાગ્ય છે કે આપણે ઈતિહાસમાં પ્રસિદ્ધ એવા આર્યાવર્તની આ પવિત્ર તીર્થભૂમિમાં, કુદરતની જેના ઉપર સદા મહેર છે એવા પ્રદેશના વાયુનું સેવન કરીએ છીએ. આપણું એ સૌભાગ્ય જન્મજન્મ કાયમ રહે. તિષની દ્રષ્ટિથી રૂ, ચાંદી, કપાસ, તેલીબીયાં આદિના : ભાવોની તેજીમંદી જોવાની જે રીતે આ પુસ્તકમાં આપવામાં આવી છે તે હિંદના મશહૂર જ્યોતિષી અને ખગોળશાસ્ત્રી સ્વ. પંડિત સુંદરદેવના શિષ્ય સ્વ. ગજાનન ચિતામણિશંકર જોષી કે જેઓ એક સારા તિષી હતા તેમની સ્વાનુભવની મહેનતનું પરિણામ છે. એમણે પોતે આ લખાણની સત્યતાનું સંશોધન કર્યું હતું અને તે એમને તદન સાચું જ જણાયું હતું. ભાગ્યને પિછાનવાની બુદ્ધિ દરેકને પ્રભુએ આપેલી છે. જેનામાં એ બુધિ હોય છે, જેઓ એ બુદ્ધિને પારખી શકે છે તેઓ પ્રભુના દોરવ્યા દેરવાઈ પોતાના ઉજજવળ કિસ્મતને દનિયા સમક્ષ ચમકાવી પુરુષાથી જીવન જીવે છે. જેમનામાં એ બુધિ હોતી નથી, જેઓ એની ઉપેક્ષા કરે છે તેઓ પામર જેવી જીંદગી ગાળી પ્રભુના ઉપહારને તિરસ્કાર કરે છે. આવાએ ભલે ઝાકઝમાળ જીવન જીવતાં હોય તે પણ તે કૃત્રિમ જ હોય છે અને જ્યારે એ કૃત્રિમ આવરણ ચીરાઈ જાય છે ત્યારે જ તેમને પ્રભુની સત્યતાનાં દર્શન થઈ જાય છે, ત્યારે જ તેમને કિસ્મત'-ભાગ્ય’ જેવી વસ્તુની પ્રતીતિ થાય છે. જે સુલભ સાધને મળી આવે તે દ્વારા ભાગ્યને પિછાને અને મહાન બનો ! માનવી જીવનનો આ જ મુદ્રાલેખ હે ! જોઈએ! –આનંદકુમાર ભટ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 434