Book Title: Bhavishya Vani Vibhag 1 2 3 4 Author(s): Anadkumar Bhatt Publisher: N M Thakkar Co View full book textPage 8
________________ બીજું કથન એક માસમાં જ આ પુસ્તકની બીજી આવૃત્તિ કાઢવાને. સુયોગ પ્રાપ્ત થાય છે તે આ પુસ્તક પ્રત્યેને જનતાનો ભાવ તથા તેની સચોટતા જ અમને કારણભૂત લાગે છે. જ્યોતિષશાસ્ત્રના પુસ્તકની ખપત આપણે ત્યાં કેટલી છે તે તે તેના કર્તાઓ તથા પ્રકાશકે સારી રીતે જાણે છે. નવલકથાનાં જ પુસ્તકે જ્યાં પાંચ-સાત કે દશ વર્ષે પણ બીજી આવૃતિનો પ્રકાશ પામી શકતાં નથી ત્યાં આવા પ્રકારના પુસ્તકોની ખપતને. પ્રશ્ન જ સંભવિત થતો નથી. એટલે અમે આ અપૂર્વ અવસરે જગતનિયંતા પ્રભુનો ઉપકાર માનીએ છીએ. આ બીજી આવૃત્તિમાં અનેક પ્રકારના સુધારા વધારા કરવામાં આવ્યા છે. ગઈ આવૃત્તિમાં અમને જે ખામીઓ જણાતી હતી તેને અમે દૂર કરી છે. યોગ તથા કરણ ઉપરથી પણ સ્વભાવ લક્ષણ કેવી રીતે પારખી શકાય તે પણ અંદર ઉમેરવામાં આવ્યા છે. ઉપરાંત આ પુસ્તકમાં એક વધુ વિભાગ ઉમેરી તેને ચાર વિભાગવાળું બનાવવામાં આવ્યું છે. લેક જ્યોતિષ એ નામને વિભાગ આપણા શહેર તથા ગામડાંઓની પ્રજાને ઉપયોગી થઈ પડે એવા તત્વોવાળે બનાવવામાં આવ્યું છે. અનાજની ઉત્પન્ન, વરસાદની આગાહી, રૂ, ચાંદી, તેલ, બી, કપાસ આદિના ભાવની વધઘટ, તેજમંદી તિષની દ્રષ્ટિથી કેવી રીતે પારખી શકાય, અમુક નક્ષત્ર અમુક વાર તથા ગ્રહ રેગની તેના ઉપર કઈ અસર પડે છે તે બધું સ્પષ્ટતાથી આ વિભાગમાં બતાવવામાં આવ્યું છે. ઉપરાંત બારે માસનું માસવારનું ભવિષ્ય પણ એમાં છે. આ ભવિષ્ય મુજબ તથા આ વિભાગમાં આપેલી સુચનાઓ મુજબ જે વર્તવામાં આવે તો જરૂર પાકની ઉત્પન્ન, વરસાદની આગાહી, દુકાળ, સુકાળ, સંકટ, રાજ્યભય, આદિ જાણી શકાય છે. આપણા પ્રાચીન પૂર્વજો આ વિદ્યાના પ્રખર વિદ્વાન હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 434