________________
ભક્તિમાર્ગની આરાધના
સગવડતા મેળવવાની લોલુપતા. રોજ-બ-રોજના જીવનમાં વિચારીએ તો નિઃસ્વાર્થતાનો અર્થ છે : “કમ ખાના ઔર ગમ ખાના,” “મારે તો જે હશે તે ચાલશે,” “ચાલો, તમારી સાથે (પરમાર્થનું) કમ કરવા આવુ છું,” “મારે તો આ કામ કરવામાં કંઈ પણ વેતન લેવાનું નથી” ઇત્યાદિ.
(૩) શારીરિક પાપકાર્યોનો ત્યાગ : જોકે જિજ્ઞાસુ ભક્ત મનથી અને વાણીથી પણ પાપકાર્ય કરવા ઇચ્છતો નથી તોપણ હજુ તેટલી સ્થિતિને પહોંચ્યો નથી તેથી લડાઈ-ઝઘડો નિવારે છે, વિશ્વાસઘાત કરતો નથી, દારૂ, જુગાર, ચોરી અને વ્યભિચારનો અવશ્ય ત્યાગ કરે છે, માંસાહાર છોડે છે. આમ, સ્થૂળપણે પાપત્યાગની ભૂમિકાની સાધના દ્વારા પોતાની પાત્રતા વધારે છે.
(૪) ભક્તિક્રમના અભ્યાસમાં ઉત્સાહ : પોતાના જીવનને પવિત્ર બનાવનાર એવાં સાધનોમાં નિયમિતપણે પ્રવર્તે છે એટલે કે સત્સંગમાં ઉત્સાહપૂર્વક જાય છે, સાંચન કરે છે અને કરાવે છે, પ્રભુદર્શન કે તીર્થદર્શનમાં ઉમંગવાળો રહે છે અને નિયમિતપણે સવારે, બપોરે કે સાંજે સ્તોત્ર, મંત્ર, પ્રાર્થના, પારાયણ, જાપ, વન્દના કે ભક્તિક્રમ હોય તેને નિયમથી આદરે છે. ધાર્મિક કાર્યોમાં ઉત્સાહ એ આ કક્ષાએ અગત્યનું લક્ષણ છે.
(૫) પ્રસન્નતા : જોકે આ લક્ષણનો વિશિષ્ટ વિકાસ તો આગળની ભૂમિકામાં થાય છે તોપણ અહીંથી જ તેની શરૂઆત થઈ જાય છે. કોઈ ધર્મકાર્ય ‘વેઠ’રૂપે કરવામાં આવતું નથી. તે ભક્ત દિવેલિયા કે ઉદાસ ચહેરાવાળો રહેતો નથી. સર્વ કાર્યો કરતાં અને ખાસ કરીને ધર્મઅનુષ્ઠાનો કરતી વખતે તે ચિત્તની પ્રસન્નતા જારી રાખે છે.
(૬) અનાસક્તિનો અભ્યાસ ઃ જે ધર્મને ઇચ્છે છે, પ્રભુ-પ્રેમને આરાધે છે, તે ધર્મના પ્રાણસ્વરૂપ એવી અનાસક્તિને પણ ઇચ્છે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org