________________
ભજન – ધૂન - પદ– સંચય
૧૮૨
ન દે. મને તારામાં રાખ, તું મારામાં રહે. જે તારી કૃપાનજર થઈ તે પૂરી કર.
તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રના મને ઝિલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ.
તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક, શુદ્ધ અને નિત્ય છે, તું અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર.
દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વે વિઘ્નો દૂર કર, જેથી સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું.
મારી સર્વે શુભેચ્છા તારા વચન પસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ.
તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ.
તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં, માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org