________________
ભક્તિમાર્ગની આરાધના
પ્રીતિ કરવાની રીતિ બતાવવામાં સહાયક થાય તેવા હોય–આવા લોકોત્તર પ્રેમાવતાર-સ્વરૂપ અને પ્રત્યક્ષ મૂર્તિમાન મોક્ષસ્વરૂપ શ્રી સદ્ગુરુદેવ આરાધક ભક્તોને પરમ શરણ, પરમ પ્રેરક અને પરમ પૂજ્ય છે. જેમનું શુદ્ધ ચારિત્ર, પ્રખર તેજ અને અનુભવયુક્ત દિવ્ય વાણી સુયોગ્ય ભક્તોના ચિત્ત ઉપર સહજપણે અધિકાર જમાવી લે છે તેવા સદ્ગુરુ કોને વંદ્ય નથી? મોટા મોટા રાજા, મહારાજા, નગરશેઠ, શાહુકારો કે ઉદ્યોગપતિઓ તો શું પણ ઈન્દ્ર આદિ દેવો પણ જેમના ચરણની રજ માથે ચડાવીને જેમનું શિષ્યત્વ સ્વીકારવા ઉત્સુક રહે છે. તેમના માહાભ્યનું વર્ણન વાણી દ્વારા કોણ કરી શકે? માટે આવા ઉત્તમ ગુરુની સેવા, ભક્તિ, આદર, સત્કાર સર્વ રીતે કરવા અને તેમનું શરણ ગ્રહણ કરવું એ આપણા સર્વતોમુખી શ્રેયનું કારણ છે. આવા ગુરુનું સ્વરૂપ જ્ઞાનીઓએ નીચે પ્રમાણે વર્ણવ્યું છે :
(સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એ દેશી) વિષયોંકી આશા નહીં, જિનકે સામ્યભાવ ધન રખતે હૈં, નિજપરકે હિત સાધનમેં, જો નિશદિન તત્પર રહેતે હૈ, સ્વાર્થત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગતકે દુઃખસમૂહકો હરતે હૈ
(દોહરા). સંત શિરોમણિ સર્વથી, શીતળ શબ્દ રસાળ; કરુણા સૌ પ્રાણી ઉપર, પૂરણ પરમ દયાળ. ભકિત-જ્ઞાન-વૈરાગ્યવંત, નિત્યાનિત્ય વિવેક, સમદષ્ટિ સૌને લેખવે, દેખે આત્મા એક. ચરણે આવે જે ચાહીને, તેને આપે અભેદાન, આત્મતત્ત્વ ઉપદેશ દઈ, કરે આપ સમાન.
2.
૧. મેરી ભાવના ૨. અધ્યાત્મકવિ શ્રી પ્રીતમદાસજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org