________________
ભક્તિમાર્ગની આરાધના
આર્થિથી મનન હતું ?
પરમાર આચાતાઓની
ભોજના સમયમાં થયા હોવા જોઈએ એવી વિદ્વાનોની માન્યતા છે. ડો. કીથ તથા પં. શ્રી ગૌરીશંકર ઓઝા વગેરે ઇતિહાસવેત્તાઓએ પોતાના સંશોધન દ્વારા તેમને હર્ષકાલીન માન્યા છે. સમ્રાટ હર્ષનો રાજ્ય કાળ ઈ.સ. ૬૦૬ થી ૬૪૭ છે, તેથી આચાર્યશ્રી પણ સાતમી શતાબ્દીમાં વિદ્યમાન હતા અને પ્રસિદ્ધ સંસ્કૃત મહાકવિ બાણના સમકાલીન હતા.
તેમના જમાનામાં પરમાત્માની સ્તુતિ દ્વારા ચમત્કારો બતાવવાની એક પ્રકારની પ્રણાલિકા સર્વત્ર પ્રવર્તતી હતી. જૈન ગુરુઓ પાસે આવી વિદ્યા છે કે કેમ એવો પ્રશ્ન ઊઠતાં તેના સમાધાન માટે આચાર્યશ્રીને આહ્વાન સ્વીકારવું પડેલું. જોકે તેઓનું સ્પષ્ટ વિધાન હતું કે મારા પ્રભુ તો વીતરાગી છે તેથી સ્તુતિ-નિદાનું પરમાર્થથી તેને કાંઈ પ્રયોજન નથી, પરંતુ પ્રભુના આશ્રિત દેવતાઓની સ્તુતિથી લૌકિક ચમત્કાર બની શકે. લોકકથા અનુસાર આચાર્યશ્રીને લોખંડની બેડીના બંધનમાં મૂકવામાં આવ્યા. તેઓએ પરમાત્માની સ્તુતિરૂપે જે પ્રસિદ્ધ સ્તોત્રની રચના કરી તેના પ્રભાવથી તેમની બેડીઓ તૂટી ગઈ અને જિનશાસનનો જયજયકાર થયો અને પરમાત્માની સાચી ભક્તિથી આત્મવિશુદ્ધિની સાથે લૌક્કિ રિદ્ધિસિદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે એવો સિદ્ધાંત પ્રયોગ- રૂપે સિદ્ધ થયો. યથા -
(દોહરો) તુમ પદપંકજ પૂજÁ, વિદન રોગ ટર જાય,
શત્રુ મિત્રતાકો ધરે, વિષ નિરવિષતા થાય. આચાર્યશ્રીની સૌથી પ્રસિદ્ધ રચના ભક્તામર સ્તોત્ર છે. પ્રાકૃતમાં લખાયેલું ભયહરસ્તો પણ તેમની કૃતિ માનવામાં આવે છે. ભક્તામરસ્તોત્રમાં ૪૮ શ્લોક દ્વારા ભગવાન ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. સંસ્કૃત ભાષા, કાવ્યચમત્કાર, અલંકાર વગેરે દષ્ટિઓથી જોતાં એક ઐતિહાસિક સ્તુતિકાવ્ય છે. બધાય શ્લોક એકમાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org