________________
૧૦૩
ભક્તિમાર્ગની આરાધના
તેમની પૂજાઓ અને તીર્થંકરાદિનાં ચરિત્રોનાં વર્ણન ઉપરથી સહેજે જાણી શકાય છે. ૐ
[૮] ભક્તિસાહિત્યકાર શ્રીસકલકીર્તિ મધ્યયુગમાં સંસ્કૃત સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરી, અનેક નવા ગ્રંથોની રચના કરી, વિવિધ તીર્થકરો અને પુરાણપુરુષોનાં ચરિત્રો લખી, જેમણે જૈનધર્મની ગુજરાત, રાજસ્થાન વગેરે પ્રદેશોમાં ખૂબ પ્રભાવના કરી તે શ્રી સકલકીર્તિ આચાર્યનો સમય વિક્રમ સંવત ૧૪૪૩ થી ૧૪૯૯નો મનાય છે.
જીવનપરિચય : તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૪૪૩માં ગુજરાતના અણહિલપુર પાટણમાં થયો હતો. પિતાનું નામ કર્મસિંહ અને માતાનું નામ શોભા હતું.તેઓ માતના ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને શુભ સ્વપ્ન આવતાં ઉજજવળ પુત્રરત્નની પ્રાપ્તિની આગાહી કરવામાં આવી હતી. પુત્રનો જન્મ થતાં તેનું નામ પૂર્ણસિંહ રાખવામાં આવ્યું હતું.
તેઓનું શરીરસ્વાથ્ય, શરીરસૌષ્ઠવ અને શરીરસૌંદર્ય અદ્ભુત હતું અને તેઓ બત્રીસ લક્ષણના ધારણ કરનાર હતા. પાંચ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવતાં, પોતાની કુશાગ્ર બુદ્ધિનો સૌને પરિચય કરાવી, થોડા જ કાળમાં શાસ્ત્રનિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. ચૌદ વર્ષની વયે માતાપિતાએ તેમના લગ્ન કર્યા, પરંતુ તેમનું ચિત્ત સંસારમાં લાગતું જ નહિ અને અઢાર વર્ષની વયે અપાર સંપત્તિનો ત્યાગ કરી તેઓ ભટ્ટારક શ્રી પદ્મનંદી પાસે ચાલ્યા ગયા. ચોત્રીસમે વર્ષે તેમને આચાર્ય પદવીની પ્રાપ્તિ થઈ હતી, અને તેઓએ ધર્મપ્રચારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org