________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૧૧૪
જીવનપરિચય : મીરાંબાઈનો જન્મ વિ.સં. ૧૫૬૦માં મારવાડમાં મેડતા પાસે આવેલા કુડકી ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ રતનસિંહ રાઠોડ હતું. બાળપણથી જ તેઓ મોટા ભાગનો સમય કૃષ્ણભક્તિમાં ગાળતાં. માત્ર ચાર વર્ષની વયે તેમણે ધાર્મિક વૃત્તિ કેળવવા માંડી હતી. એક વખત તેમના ઘર આગળથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો. વરરાજાને સુંદર રીતે શણગાર્યા હતા. બાળવયની મીરાંએ વરરાજાને જોઈ ભોળા ભાવે પૂછયું, “ બા, મારો વર કોણ છે ?” જવાબમાં માતાએ અડધું મજાકમાં અને અડધુ ભક્તિભાવથી કહ્યું, “મારી વહાલી મીરાં, આ ભગવાન શ્રીકૃષ્ણ એ જ તારો વર છે.” ત્યારથી બાળમીરાંએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું.
આધુનિક ઈતિહાસ પ્રમાણે, લગભગ ૧૩ વર્ષની વયે મીરાંબાઈનું લગ્ન મેવાડના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયેલું તેઓ પત્ની તરીકે અત્યંત કર્તવ્યનિષ્ઠ હતાં. ગૃહકાર્ય પતાવીને તેઓ કૃષ્ણભક્તિમાં લીન રહેતાં. પાંચેક વર્ષના સાસરવાસ પછી ભોજરાજનું મૃત્યુ થતાં તેઓ વિધવા થયાં. મીરાં વિષે એવી અફવાઓ ઉડાવવામાં આવતી કે તેઓ અત્યંત મુક્ત રીતે સાધુઓ સાથે હરેફરે છે. મીરાંને પણ સાધુઓ પ્રત્યે ખૂભ આદરભાવ હતો અને તેમનો સત્સમાગમ હિંમતપૂર્વક કરતાં અને એક રજપૂતાણીની અદાથી કહેતાં : “પુણ્યકે મારગ ચાલતાં, ઝક મારો સંસાર.” આમ છતાં સંત તરીકે મીરાંની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાતાં તેમના દિયર વિક્રમાજિd, મીરાંની કસોટી કરવા કરંડિયામાં નાગ મોકલ્યો કે ઝેરનો પ્યાલો મોકલ્યો. આ બધી કસોટીમાંથી પણ મીરાંબાઈ પાર ઊતરી ગયાં. પણ તેમના કાકા વિરમદેવે તેમને વિ.સં. ૧૫૯૧માં મેડતા બોલાવી લીધાં અને આ રીતે મીરાંએ મેવાડ છોડ્યું. વિ.સં. ૧૫૯૫માં કાકાનું મૃત્યુ થતાં મીરાંબાઈ પોતાની બાલસખી લલિતા સાથે યાત્રા કરવા વૃન્દાવન જવા નીકળ્યાં. ત્યાં પ્રસિદ્ધ ભક્ત શ્રી જીવા ગોસાઈએ તેમને સ્ત્રી જાણીને દર્શન આપવાની ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org