________________
સંત-ભક્તોનાં ચરિત્રો
છે. રે મન ભજ ભજ દીનદયાળ, જાકે નામ લેત ઇક ખિનમેં, કટે કૌટિ અઘજાલ,’' જેવાં પદોમાં નામસ્મરણનો મહિમા સારી રીતે પ્રતિપાદિત કરેલો છે. ‘ઉપદેશશતક'માં ૧૨૧ પદ્ય છે. કવિએ આત્મસૌંદર્યનો અનુભવ કરી વાચક સમક્ષ એવા સુરેખ રૂપમાં મૂક્યો છે કે વાચક સહેજે તેના સહભાગી થઈ શકે. માનવહૃદયને સ્વાર્થની સંકુચિત સૃષ્ટિમાંથી ઊંચે લઈ જઈ લોકકલ્યાણની ભાવભૂમિ પર સ્થિત કરી કવિએ બતાવ્યું છે કે મનોવિકાર આ સાધનથી નિર્મૂળ કરી શકાય છે. આ ઉપરાંત તેમણે ઇષ્ટદેવને નમસ્કાર, ભક્તિની આવશ્યક્તા, મિથ્યાત્વ, સમ્યક્ત્વનો મહિમા, ગૃહવાસનું દુઃખ, ઇન્દ્રિયોનું દાસત્વ, નરક-નિગોદનું દુઃખ, પુણ્ય-પાપની મહત્તા, ધર્મની ઉપાદેયતા, જ્ઞાની-અજ્ઞાનીનું ચિંતન, આત્માનુભૂતિનું વિશેષપણું, શુદ્ધ આત્મસ્વરૂપ અને નવતત્ત્વ ઇત્યાદિ વિષયોનું સુંદર વિવેચન કર્યું છે. ભવસાગર પાર કરવાનો કવિએ સુંદર ઉપાય બતાવ્યો છે :
(સવૈયા ત્રેવીસા)
“કાસૈકો સોચ કરે મન મૂરખ, સોચ કરૈ કછુ હાથ ન ઐહે, પૂરવ કર્મ સુભાસુભ સંચિત સો નિહથૈ અપનો ટલ દેહૈ. તાહિનિવારનકો બલવન્ત, તિરૂં જગમાહિં ન કોઉ લર્સે હૈં, તાતૈ હિ સોચ તો સમતા ગહિ, જ્યાઁ સુખ હોઈ જિનંદ કહે હૈં.
ઉપરના પદથી કવિએ સમતાનું અવલંબન લેવા સૂચવ્યું છે, ને કહ્યું છે કે સમદૃષ્ટિ જ આત્મસ્વરૂપનો આસ્વાદ માણી શકે છે.
૧૨૪
આગમવિલાસ : આ ગ્રંથમાં કવિના ૪૬ કાવ્યો છે. તેનું સંકલન તેમના મૃત્યુ બાદ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહમાં બહુધા સૈદ્ધાન્તિક
૧. સુખ ૨. આંખો વડે. ૩. આશારૂપી દાસી જેના ચરણ ધુએ છે. ૪. સુબુદ્ધિ ૫. મોક્ષસ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org