________________
૧૩૩
ભક્તિમાર્ગની આરાધના
સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા ચાતુર્માસ કરીને, ગુરુદેવની સેવામાં રહ્યા અને તેમનો દેહવિલય થયો ત્યાર પછી તેઓએ સંઘના આગ્રહથી મુંબઈ ભણી પ્રયાણ કર્યું. અહીં ઘાટકોપરમાં તેઓનાં કુલ ત્રણ ચોમાસાં થયાં, જેથી સ્થાનિક જૈનસમાજમાં ખૂબ પ્રમાણમાં ધાર્મિક અને સામાજિક જાગૃતિ આવી. આમ છતાં મુખ્યપણે તેઓનાં વિહાર સ્થળો સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહ્યાં, જયાં જૈન-જૈનેતર જનતામાં તેમણે સદાચાર, નિર્બસનતા અને પ્રાર્થનાના સંસ્કાર રેડ્યા.
- એકંદરે ૬૪ વર્ષનું દીર્ઘ સંયમી જીવન વિતાવી, વિસં. ૨૦૨૧ના માગશર વદ ૯ને દિવસે, સાયેલા મુકામે તેઓએ મહાપ્રયાણ કર્યું.
સાહિત્યસર્જન અને જીવનકાર્ય : જન્મથી જ સુંદર કાવ્યો બનાવવાની શક્તિ અને પ્રાર્થનાનો વિશિષ્ટ અભ્યાસ હોવાને લીધે તેઓએ ધર્મઆરાધનાને લગતાં સંખ્યાબંધ (લગભગ ૪00) સુંદર, ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે “પ્રાર્થનામંદિર', અને “સુબોધસંગીત માળા’ (ભાગ ૧-૨-૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલાં, સંપાદિત કરેલાં “સંસ્કૃત કાવ્યાનંદ' ભાગ ૧-૨-૩ તથા “માનવતાનું મીઠું જગત ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. તેઓની સાહિત્યપ્રસાદીનો થોડો રસાસ્વાદ નીચે રજૂ કરેલ છે. (અ) કાવ્યપ્રસાદી :
પ્રાર્થના (હરિગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ ! ગ્રહી અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એહ પઢાવજો, પ્રભુ, અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org