Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 192
________________ ૧૭૩ ભક્તિમાર્ગની આરાધના આલ ઉતારૂં રમ હૂં નિજમેં, નિજકી નિજમેં દુવિધા હી ક્યા, નિજ અનુભવરસસે સહજ તૃપ્ત, મેં સહજાનંદ - મેં દર્શનશાન. ૩ (રાગ ઝિંઝોટી - તાલ કેરવા) ભવિજન ભાવ ધરીને જિનદશા આરાધીએ રે, ધર્મનાં અંગ વિચારી તે સમભાવે સાધીએ રે, ભવિજન ૧ પ્રથમ અંગ ક્ષમા કહ્યું, ધર્મતણું મહામૂલ, શાંત સુધારસ સેવીએ, ક્રોધ કરી નિર્મૂળ, ભલે કોઈ ક્રોધ કરી મરણાંત ઉપસર્ગ કરે રે, છતાં સમભાવે રહી સાધક તે પર કરુણા ધરે રે. ભવિજન ૨ બીજું અંગ માર્દવ કહ્યું ધર્મતણો આધાર, નમ્રપણાને સાધીએ ત્યાગી માન વિકાર; ભલે કોઈ ઇન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર આવી નમે રે, છતાં થઈ સ્થિર સ્વભાવે સાધક સ્વાતમમાં શમે રે. ભવિજન ૩ ત્રીજું અંગ આર્જવ કહ્યું ધરીએ તે નિજભાવ, ત્યાગી માયાશલ્યને કરીએ શુદ્ધ સ્વભાવ; કિંચિત્ દોષ થતાં સ્વાતમ નિંદી તે શોચીએ રે, ગુર્નાદિક કને વળી સ્પષ્ટ કરી આલોચીએ રે. ભવિજન ૪ ચોથું અંગ નિર્લોભતા શુદ્ધ હૃદયથી ધાર, તૃષ્ણા પુદ્ગલ ભાવની ત્યાગી સર્વ પ્રકાર; ભલે મહાચકવર્તીની રિદ્ધિ કે હોય દીનતા રે, છતાં ત્યાં ભાવ વિષે સાધકને હોય સમાનતા રે.ભવિજન ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208