________________
૧૩૧
ભક્તિમાર્ગની આરાધના
ચિંતનશીલતા, અદ્ભુત સ્મરણભક્તિ, જન્મજાત કવિત્વ, અપૂર્વ ઉપદેશકપણું, લોકકલ્યાણની ભાવના, સર્વધર્મસમભાવ, વિશિષ્ટ જૈનધર્માનુરાગ, વિશ્વવાત્સલ્ય, સિદ્ધહસ્ત લેખકપણું, પ્રચુર વિદ્યાપ્રેમ, વચનાતિશય, ઉત્કૃષ્ટ સાધકપણું ઇત્યાદિ અનેક સગુણોથી વિભૂષિત તેમનું બહુમુખી વ્યક્તિત્વ આજે પણ ઘણા મુમુક્ષુઓને પ્રેરણા આપે છે.
“શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર' નામના ૧૪૨ ગાથાના શાસ્ત્રમાં તેઓએ ગાગરમાં સાગર' ભરવાની કહેવતને ચરિતાર્થ કરી છે. સાધકો માટે આ શાસ્ત્ર ખૂબ ખૂબ ઉપયોગી છે. સરળ ગુજરાતી ભાષામાં રચાયેલું હોવાથી તેને સહેલાઈથી સમજી શકાય છે. તેમાં જે રીતે “છ પદ' (આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે)ની સિદ્ધિ કરી છે તે ઉપરથી તેમની અગાધ મેધાવી પ્રતિભાનો ખ્યાલ સૌ કોઈને આવી શકે છે. “મોક્ષમાળા' નામનું નાનું શાસ્ત્ર તથા “અપૂર્વ અવસર' અને બીજા અનેક કાવ્યો દ્વારા તેમણે આપણને ઉત્તમ આધ્યાત્મિક સાહિત્યનો વારસો આપ્યો છે. તેઓએ સ્થાપેલા પરમકૃત-પ્રભાવક મંડળ તરફથી પૂર્વાચાર્યોનાં લખેલાં અનેક શાસ્ત્રો પ્રગટ થયાં છે. પશ્ચિમ ભારતમાં મૂળ સંઘના ઉત્તમ સાહિત્યને પ્રકાશમાં લાવવાનું મુખ્ય ધ્યેય આ સંસ્થાને ફાળે જાય છે.
તેઓના સાન્નિધ્યને પામીને શ્રીમદ્ લઘુરાજસ્વામી, સૌજન્યમૂર્તિ શ્રી સૌભાગ્યભાઈ, પ્રજ્ઞાવંત શ્રી અંબાલાલભાઈ તથા સત્યાભિલાષી શ્રી જૂઠાભાઈ-પ્રમુખ તથા અનેક સાધક-આત્માઓએ પોતાનું શ્રેય સાધ્યું હતું. મહાત્મા ગાંધીજી પર તેમનો અત્યંત પ્રભાવ પડ્યો હતો અને સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યનો બોધ તેમણે શ્રીમદ્જી પાસેથી મેળવ્યો હતો. તેમના સ્મારકરૂપે નાનીમોટી ચાળીસેક સંસ્થાઓ ભારતમાં વિદ્યમાન છે, પણ તે મળે અગાસ, વડવા, વવાણિયા, હમ્પી, દેવલાલી, મોરબી, ઘાટકોપર અને અમદાવાદની સંસ્થાઓ મુખ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org