________________
૧૧૩
ભક્તિમાર્ગની આરાધના
મુખ્ય કારણ જો અમે કાંઈ પણ જાણતા હોઈએ તો તે છે તેનો પ્રભુ પ્રત્યેનો અનન્ય, અસ્મલિત, આત્યંતિક અને અલૌકિક દિવ્યપ્રેમ. તેની પ્રાપ્તિ માટે જ એ આપણને પ્રેરણા કરી જાય છે :
(ઝૂલણા છંદ) (૧) સરસ ગુણ હરિ તણા જે જનો અનુસર્યા.
તે તણો સુજશ તો જગત બોલે; નરસૈયો રંકને પ્રીત પ્રભુ-શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધઊરધની માંહે મહાલે, નરસૈયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩) પરપંચ પરહરો, સાર હૃદયે ધરો,
ઊચરો મુખ હરિ અચળ વાણી; નરસૈયા ! હરિ તણી ભક્તિ ભૂલીશ નહિ, ભક્તિ વિના બીજું ધૂળધાણી.
[૧૧] પ્રભુપ્રેમદીવાની મીરાંબાઈ અનેક સદીઓ વીતી જવા છતાં જેનાં પ્રભુપ્રેમનાં પદો આજે પણ ભક્તહૃદયના તારોને ઝણઝણાવીને તેનામાં પ્રભુભક્તિનો સંચાર કરે છે તેવાં ભક્તશિરોમણિ મીરાંબાઈના નામથી ગુજરાત-રાજસ્થાનમાં કયો ભક્ત પરિચિત નથી? આપણા દેશનાં તેઓ એક મહાન ભક્ત કવયિત્રી થઈ ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org