________________
ભક્તિમાર્ગની આરાધના
વાણીમાં રહેલા પ્રભુપ્રેમના રસમાં મહાલવામાં સૌ કોઈ ભક્ત, સાધકોને તૃપ્તિનો અનુભવ થાય છે. તેમના રચેલા સાહિત્યમાં મુખ્યત્વે નીચેની કૃતિઓ છે :
(૧) સ્વચરિત્રાત્મક કૃતિઓ (૩) કૃષ્ણપ્રીતિનાં પદો
(૫) જ્ઞાનભક્તિનાં પદો
૧૧૧
(૨) આખ્યાનો
(૪) ઉપદેશાત્મક પદો
અત્રે આધ્યાત્મિક દૃષ્ટિને લક્ષમાં રાખીને તેમનાં થોડાં પદોનું વિહંગાવલોકન કરીએ.
સમતાની સાધના : સર્વ પ્રકારની સાધનાનું લક્ષ સમતાભાવને પ્રાપ્ત કરવો તે જ છે. જે કાંઈ જીવનમાં બને તે વિષે હર્ષ-શોક ન કરતાં—
Jain Education International
(ઝૂલણા છંદ)
જે ગમે જગતગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;.....
હું કરું, હું કરું’ એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ-મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી-જોગેશ્વરા કોઈક જાણે.
આવી વિચારણા વડે રાગ-દ્વેષના ભાવોને લંબાવવા નહિ પણ પ્રભુ જે કાંઈ કરે છે તે મારા હિતમાં જ છે એવો નિશ્ચળ ભાવ કેળવવો. જડસ્વરૂપી બાહ્ય ક્રિયાકલાપો કે કોરું શાસ્ત્રજ્ઞાન—આ બન્નેમાંથી કોઈ પણ ખરેખર પરમાર્થને સાધી શક્તાં નથી. વિવેકપૂર્વકના જીવન દ્વારા, સત્ય પરમાત્મતત્ત્વની ઉપાસના સાચા પ્રેમસહિત કરીને, પાપાચરણરહિત થવાનું છે, અને આ કાર્ય કરે તે જ સાચો વૈષ્ણવ છે-ભક્ત છે-સંત છે. સાંપ્રદાયિક
For Private & Personal Use Only
www.jainelibrary.org