________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૧ ૨૦
પોતાની ઇચ્છા પ્રદર્શિત કરી અને ગુરુએ તેમની યોગ્યતા તથા શાસ્ત્ર પ્રત્યેની દઢ શ્રદ્ધા જોઈને તેમને અનુજ્ઞા આપી કે “જે રીતે તમારામાં શુદ્ધ ચારિત્ર્યની અભિવૃદ્ધિ થાય તે પ્રમાણે આચરણ કર' આ પ્રમાણે ગુરુની આજ્ઞા મળવાથી માત્ર આવશ્યક ઉપકરણો લઈને તેઓશ્રી ગામોગામ વિચરવા લાગ્યા. જ્ઞાન, તપ અને સાધનાના ત્રિવેણીસંગમથી આત્મસ્વરૂપ તેમનામાં દઢ થયું હતું અને તે રીતે જ તેઓ વિહરતા હતા. તેમનું સાધુ અવસ્થાનું નામ લાભાનંદજી હતું, પરંતુ તે આત્માના આનંદમાં મસ્ત રહેતા હતા તેથી લોકો તેમને આનંદધનના નામથી ઓળખતા હતા અને તે નામથી જ સંબોધતા હતા. ગિરિરાજ આબુની ગુફાઓ તથા તળાજા, ગિરનાર, ઈડર, તારંગા વગેરે સ્થળોએ એકાન્તમાં રહીને ધ્યાન ધરનાર આનંદધનજી જગતનું ને પોતાના શરીરનું ભાન ભૂલી જતા. અનેક હિંસક પશુઓ પણ તેમની સમીપ શાંત થઈ જતાં. શ્રીમદ્ યશોવિજયજી પણ એક જગ્યાએ જણાવે છે તે મુજબ શ્રીમદ્ આનંદધનજીના સહવાસથી તેમને અધ્યાત્મને રંગ લાગ્યો હતો. આત્મસ્વરૂપમાં લીન રહેનાર આ મહાત્માના મુખમાંથી જે વાણી નીકળી છે તેની થોડી પ્રસાદીનો આપણે આસ્વાદ લઈએ.
ઉપદેશનો સાર : દુર્ગાનમાંથી મુક્ત થનાર જ સુધ્યાનમાં સ્થિર થઈ શકે છે. તેમણે ૬૩ પ્રકારનાં દુર્ગાન વર્ણવ્યાં છે, જેનો ત્યાગ આવશ્યક છે. પરમાત્માને, સ્વામી કે મિત્ર જે પ્રકારે કલ્પીને તેમાં સ્થિર થઈએ તે પહેલાં પોતાની પાત્રતા પ્રત્યે લક્ષ આપવાનું તેઓશ્રી આપણને સૂચવે છે. ભગવાનના ચાકર કે મિત્ર બની તેની સાથેની એકરૂપતા પ્રાપ્ત કરવા યોગ્ય ગુણોના વિકાસની અને તે ખીલવવા કેટલાક આત્મભોગની તૈયારી રાખવી જોઈએ. આ માટે દુર્ગાનનું સ્વરૂપ સમજી તેનો મનથી ત્યાગ કરી મનને તેમાંથી મુક્ત કરવા ઉપર તેઓશ્રી ભાર મૂકે છે. ધ્યાન કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org