________________
૧૦૭.
ભક્તિમાર્ગની આરાધના
પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી, કબીરજી અને નરસિંહ મહેતા વિશે પોતાનો આદરભાવ વ્યક્ત કરતાં કહે છે :
“મહાત્મા કબીરજી તથા નરસિહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહી હતી. સ્વને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે, અને એ જ એમનું સબળ માહાભ્ય છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય.
–શ્રીમદ્ રાજચન્દ્ર, પત્રાંક ૨૩૧ વર્તમાનકાળમાં ડૉ. શ્રી હજારીપ્રસાદ દ્વિવેદીએ કબીરજીના સાહિત્યનો સારો અભ્યાસ કરેલો તથા શ્રી રવીન્દ્રનાથ ટાગોરે તેમનાં સો પદોનો અંગ્રેજી અનુવાદ કરેલો, જેથી પાશ્ચાત્ય દેશોમાં પણ કબીરજીનું સાહિત્ય પ્રચાર પામ્યું છે.
કબીરજીએ પોતાના ઉપદેશમાં ભક્ત-સાધકને ઉપયોગી એવા વિધવિધ વિષયો પર પ્રકાશ પાડ્યો છે. ધર્મ અને અધ્યાત્મજ્ઞાન, પ્રેમ અને ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યજીવન એ કોઈ એક જ મત, પંથ કે સંપ્રદાયનો ઇજારો નથી. ઊંચ-નીચ કે રાજા-રક ઇત્યાદિના ભેદભાવ વિના સાદાઈ, સત્ય, સરળતા, સદાચાર, અખૂટ આત્મવિશ્વાસ, સનામનું રટણ અને સદ્ગુરુએ બતાવેલી આજ્ઞાનું આરાધન કરવાથી મનુષ્ય ઉચ્ચ અધ્યાત્મદશાને પ્રાપ્ત કરી શકે છે. ધર્મ એ માત્ર કોઈ બાહ્ય આડંબરમાં કે ક્રિયાકાંડમાં સમાયેલો નથી પરંતુ પોતાના આચારવિચારની શુદ્ધિમાંથી પ્રગટે છે. તેને માત્ર ધર્મસ્થાનક પૂરતો મર્યાદિત રાખવાનો નથી પણ રોજબરોજના જીવનમાં વણી લેવાનો છે. સામાન્ય મનુષ્ય પણ પોતાનું ગૃહકાર્ય કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org