________________
૧૦૫
ભક્તિમાર્ગની આરાધના
મહાત્મા કબીરદાસજી ભારતની મધ્યયુગની સંતપરંપરામાં જેમનું અપ્રતિમ સ્થાન છે અને ઘટઘટવાસી રામની સાથે જેમણે અલખ લગાવી હતી તેવા શ્રી કબીરદાસજી પ્રેમભક્તિના એક મહાન પુરસ્કર્તા થઈ ગયા.
જીવનપરિચય : તેમના જીવન વિશે અધિકૃત માહિતી મળતી નથી. કબીરજીનો જીવનકાળ વિ.સં. ૧૪૫૬ થી ૧૫૪૯ વચ્ચેનો માનવામાં આવે છે. બનારસ પાસે લહરા તળાવમાં બાળસ્વરૂપે તેઓ મળી આવ્યા હતા. નીરુ અને નીમા નામનાં વણકર દંપતીએ કબીરનો ઉછેર કર્યો હતો. અરબી ભાષામાં કબીરનો અર્થ “મહાન' થાય છે. કબીરનું જીવન અનેક રહસ્યોથી આચ્છાદિત છે. તેમની કિશોરકાળની કારકીર્દિ તથા કેળવણી વિશે ખાસ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેમના જીવન વિશે જે માહિતી મળે છે તેના ઉપરથી કહી શકાય કે તેઓ વણકર હતા, અત્યંત ગરીબીમાં ઊછર્યા હતા, સિકંદર લોદીના શાસનકાળ દરમિયાન તેઓ બનારસમાં રહેતા હતા, રામાનંદ નામના ગુરુના તેઓ શિષ્ય હતા અને તેમને પોતાને પણ અનેક શિષ્યો હતા.
તેઓએ કોઈ પ્રકારનું લૌકિક શિક્ષણ લીધું નહોતું છતાં તેમની કૃતિઓ પરથી જણાય છે કે તેઓને સમસ્ત ભારતીય દર્શનોનું અને ઇસ્લામ વિશેનું સારું જ્ઞાન હતું. આ જ્ઞાન તેઓના પૂર્વભવોના ઊંચા સંસ્કાર અને બાળપણથી જ તેઓએ સેવેલા સત્સમાગમનું ફળ ગણી શકાય. બાલ્યાવસ્થાથી જ તેમનું મન ધર્મ તરફ ઢળેલું હતું અને ક્લાકો સુધી તેઓ કોઈ કોઈ વાર તો ઊંડા ચિંતનમાં ડૂબી જતા. તેઓને સંત-સમાગમ બહુ પ્રિય હતો અને આદર તથા શ્રદ્ધાભાવ સહિત તેઓ સાધુઓની સેવા કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org