________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૧૦૪
કાર્ય દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ચાલુ કરી દીધું હતું. એકંદરે છપ્પન વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિ. સં. ૧૪૯૯ના પોષ મહિનામાં ગુજરાતમાં મહેસાણા મધ્યે તેઓએ સ્વર્ગારોહણ કર્યું.
જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ : પંદરમા સૈકામાં પશ્ચિમ ભારતમાં સ્વાધ્યાયનો, ભગવદ્ભક્તિનો અને જૈન ધર્મનો સૌથી વિશેષ પ્રચાર-પ્રસાર કરવાનું શ્રેય શ્રીસકલકીર્તિને ફાળે જાય છે. બાંસવાડા, શિરોહી, ઉદેપુર, રતનપુર, મહેસાણા, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં તેમણે ખૂબ પરિભ્રમણ કર્યું અને અનેક નવીન જિનમંદિરોની સ્થાપના કરી, જેમાં ગલિયાકોટ, સાગવાડા, આબુ અને ઈડરમાં કરેલી પ્રતિષ્ઠાઓ વિશેષ પ્રસિદ્ધિને પામી છે.
વર્તમાનમાં તેઓએ રચેલી અનેક વિષયોને સ્પર્શતી ૩૭ કૃતિઓ વિષે જાણવા મળે છે, જેમાં ૨૯ કૃતિઓ સંસ્કૃતમાં છે અને આઠ કૃતિઓ રાજસ્થાનમાં છે. તેમની રાજસ્થાની કૃતિઓમાં વચ્ચે વચ્ચે ગુજરાતી શબ્દોનો પ્રયોગ પણ થયેલો છે. સંસ્કૃત કૃતિઓમાં શ્રી શાંતિનાથ, શ્રીવર્ધ્વમાન અને શ્રીમલ્લિનાથનાં તથા બીજા મહાપુરુષોનાં ચરિત્રોનું સુંદર, ભાવવાહી, ચમત્કૃતિપૂર્ણ વર્ણન છે.
શ્રીસકલકીર્તિ આચાર્યનું વ્યક્તિત્વ વિવિધલક્ષી છે. સાહિત્યસર્જક, ધર્મપ્રચારક, મહાન કવિ, ઉગ્ર તપસ્વી તથા સિદ્ધાંત, કર્મશાસ્ત્ર, ભગવદ્ભક્તિ, અધ્યાત્મ, ભાષા, છંદ, અલંકાર, આચાર આદિ વિવિધ વિષયોના મહાન પંડિત તરીકે તેઓનું ઐતિહાસિક વ્યક્તિત્વ આપણને એક યુગપ્રધાન આચાર્યની સ્મૃતિ કરાવી જાય છે. મૂળ પૂર્વાચાર્યોની શુદ્ધ પરંપરાઓને સાચવવામાં તેઓએ આપેલું યોગદાન ચિરસ્મરણીય રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org