________________
૯૯
ભક્તિમાર્ગની આરાધના
કહ્યું કે આચાર્ય, ભગવાન શિવને નમશે નહિ, પણ હેમચન્દ્રાચાર્યે તેમની ધારણા ખોટી પાડી. શિવજીને સાષ્ટાંગ નમસ્કાર કરી તેમણે નીચેનો શ્લોક ગાયો :
“ભવબીજાંકુરજનના રાગાડ્યાઃ ક્ષયમુપાગતા યસ્ય !
બ્રહ્મા વા વિષ્ણુર્વા, હરો જિનો વા નમસ્તસ્મ ”
ભવબીજને અંકુરિત કરવાવાળા રાગદ્વેષ પર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે તેવા ભલે બ્રહ્મા, વિષ્ણુ, હરિ કે જિનેશ્વર ઇત્યાદિ ગમે તે નામથી સંબોધિત હોય, તેને મારા નમસ્કાર છે.”
“મહારાગો મહાદ્વેષો, મહામોહસ્તધૈવ ચ |
કષાયસ્ય હતો યેન, મહાદેવઃ સ ઉચ્યતે !” “જેણે મહારાગ, મહાદ્વેષ, મહામોહ અને કષાયનો નાશ કર્યો છે તે મહાદેવ છે.” એમ કહ્યું. આવી હતી તેમની સર્વધર્મ સમન્વયાત્મક નીતિ.
ઉદાર ધર્મનીતિ, રાજાઓ પરનો વિશિષ્ટ પ્રભાવ અને વિશાળ શ્રુતજ્ઞાનવૈભવથી તેઓશ્રીએ જૈનશાસનનું ગૌરવ ખૂબ જ વધાર્યું છે. આચાર્ય હેમચન્દ્રજીનો યુગ ગુજરાતમાં જૈન ધર્મના ઉત્કર્ષનો સુવર્ણયુગ હતો.
સિદ્ધરાજ જયસિંહ, મહારાજા કુમારપાળ, મંત્રી બાહડ વગેરે ઉપરના આચાર્યશ્રીના વિશિષ્ટ પ્રભાવથી અનેક નવાં જિનમંદિરો નિર્માણ થયાં કે તેમનો પુનરુદ્ધાર થયો. રામચન્દ્ર, ગુણચન્દ્ર, ઉદયચન્દ્ર, બાલચન્દ્ર વગેરે અનેક શિષ્યોએ તેમનું લોકોપકારનું અને ધાર્મિક શિક્ષણનું કાર્ય ચાલુ રાખ્યું. વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચન્દ્રજી, શ્રી આનંદશંકર ધ્રુવ તથા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ વિવિધ પ્રકારે તેમનો ગુણાનુવાદ કરેલ છે. એકરે ૮૪ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ઈ.સ. ૧૨૨૯માં પાટણ મુકામે તેઓએ સ્વર્ગારોહણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org