________________
૯૭
ભક્તિમાર્ગની આરાધના
ગુજરાતમાં અભ્યાસક્રમમાં આ વ્યાકરણને દાખલ કરવામાં આવ્યું અને તેના શિક્ષણ માટે વિદ્વાન અધ્યાપકોની વરણી કરવામાં આવી. ૩પ૬૬ શ્લોકો અને આઠ અધ્યાયોમાં વિભાજિત આ વ્યાકરણની તુલના પાણિનીના તથા શાકટાયનના વ્યાકરણની સાથે કરવામાં આવી છે. તેના આઠ અધ્યાયોમાં સાત અધ્યાય સંસ્કૃત ભાષામાં છે અને એક અધ્યાય પ્રાકૃત ભાષામાં છે. પ્રાકૃત તે સમયની લોકભાષા હતી. આથી હેમચન્દ્રાચાર્યે તેને સંસ્કૃતપ્રધાન ગ્રંથમાં ઉચિત સ્થાન આપ્યું.
ત્રિષષ્ટિશલાકાપુરુષ' નામની તેમની કૃતિમાં ૬૩ મહાપુરુષોનાં જીવનવૃત્તાન્ત આલેખાયેલાં છે. તેમાં ૨૪ જિનો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવનાં પ્રેરક ચરિત્રોનું આલેખન કરી આપણને પ્રેરણા આપવા ઉપરાંત તાત્કાલીન સંસ્કૃતિ, ધર્મ, દર્શન વિજ્ઞાન, કળા અને તત્વજ્ઞાનને એવી રીતે વણી લેવામાં આવ્યું છે કે સામાનય મનુષ્યને, ભક્તને, ઈતિહાસપ્રેમીને કે અભ્યાસી વાચકોને સૌને માટે તે ઘણો ઉપયોગી ગ્રંથ બન્યો છે.
આ ઉપરાંત “અભિધાન ચિન્તામણિ”, “હેમ અનેકાર્થ સંગ્રહ', દેશી-નામમાલા” અને “નિઘંટુ કોષ” એ ચાર ગ્રંથમાં તેમણે જ્ઞાનનો અમૂલ્ય ભંડાર આપણને બક્યો છે. વળી પ્રમાણ મીમાંસા, યોગશાસ્ત્ર, વીતરાગસ્તવન, અન્નીતિ વગેરે બીજા ગ્રંથોથી પણ તેઓએ પોતાની અનેકવિધ પ્રતિભાનો ખ્યાલ આપ્યો છે. આમ કુલ સાડાત્રણ કરોડથી પણ વધુ શ્લોકોવાળું તેમનું સાહિત્ય આપણો અમૂલ્ય વારસો છે. અનેક સાહિત્યકારો તેમની આસપાસ વીંટળાયેલા રહેતા. તેમના પ્રશિક્ષણ કેન્દ્રમાં એક સાથે ૮૪ કલમો કામ કરતી હતી.
અહિંસામય વીતરાગધર્મની પ્રભાવનામાં તેમને ગુજરાતના બે મહાન રાજવીઓનો સહકાર સાંપડ્યો હતો. સિદ્ધરાજ જયસિંહ તેમના પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org