________________
સંત-ભક્તોનાં ચરિત્રો
દેવચન્દ્રસૂરિજી બાળકના મોં પરની સૂક્ષ્મ રેખાઓમાં તેમના ઉચ્ચતમ વ્યક્તિત્વને પારખી ગયા અને ધર્મસંધને માટે બાળકની માગણી કરી. બાળકના જન્મ પહેલાં પોતાને આવેલ સ્વપ્નને યાદ કરી માતાએ પ્રસન્નતાપૂર્વક ધર્મસંઘને પોતાનો એકનો એક પુત્ર અર્પણ કર્યો. લઘુવયમાં દીક્ષા આપી ન શકાય પરંતુ બાળકની અસાધારણ બુદ્ધિમત્તા અને તેનાં અન્ય લક્ષણોને દૃષ્ટિમાં રાખી નવ વર્ષની વયે ઈ.સ. ૧૧૫૪ની સાલમાં ચાંગદેવને દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ મુનિ સોમચન્દ્ર રાખવામાં આવ્યું.
પોતાથી પ્રખર બુદ્ધિ વડે ટૂંક સમયમાં મુનિ સોમચન્દ્રજીએ તર્કશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, સાહિત્ય ઇત્યાદિ અનેકવિધ વિદ્યાઓનું અધ્યયન કર્યું. તેમની અગાધ શક્તિઓ જોઈ ગુરુએ તેમને ૨૧ વર્ષની ઉંમરે નાગૌર (રાજસ્થાન) મુકામે આચાર્યપદ પર આરૂઢ કર્યા ને તેમનું હેમચન્દ્ર નામ રાખવામાં આવ્યું. માતા પાહિણીએ પણ ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
૯૬
માળવા પર વિજય મેળવી સિદ્ધરાજ જયસિંહ પાટણ પાછા ફરી રહ્યા હતા. માલવ દેશનું ઉત્તમ સાહિત્ય તેમને પ્રાપ્ત થયું હતું. તેની પૂર્તિરૂપ એક અદ્વિતીય વ્યાકરણ લખાવવાની તેમને ઇચ્છા થઈ. વિદ્વાનો તેમને આંગણે આવ્યા. તેમાંથી તેમની ચતુર દૃષ્ટિએ આચાર્ય હેમચન્દ્રજીને ઓળખી કાઢ્યા અને તેમને વ્યાકરણ લખવાની વિનંતી કરી.
સાહિત્ય-નિર્માણ અને અન્યકૃતિતત્વ : ‘સિદ્ધહેમ-વ્યાકરણ’ની રચનાની આ હતી ભૂમિકા. આ વ્યાકરણની રચનાથી વિદ્વાનોની સૃષ્ટિમાં એક નવી ચમક આવી. મહારાજા સિદ્ધરાજે હાથીની અંબાડી પર સ્થાપિત કરી આ ગ્રંથરત્નને આખા નગરની પરિકમ્મા કરાવી. ૩૦૦ વિદ્વાનોએ તેની નકલો કરી અને દેશમાં સર્વત્ર તેનો પ્રચાર કર્યો. કાશ્મીર સુધીનાં સર્વ પુસ્તકાલયોમાં ‘સિદ્ધહેમ વ્યાકરણ'ને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org