________________
સંત-ભક્તોનાં ચરિત્રો
८४
ભાવવા માટે ખૂબ ઉપયોગી હોવાથી તેનો અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે. તેનાં થોડાં પદો ગુજરાતીમાં જોઈએ -
(હરિગીત) સૌ પ્રાણી આ સંસારનાં, સન્મિત્ર મુજ વહાલાં થજો. સદ્ગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુઃખિયા પ્રતિ કરુણા અને દુશમન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કુબદ્ધિથી; કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુકિત પામવા, માગું ક્ષમા હું હૃદયથી. જે જ્ઞાનમય સહજ આત્મ તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા તું, આત્મથી જો આત્મમાં.
–શ્લોક સંખ્યા ૧, ૮, ર૫ પંચસંગ્રહ : ૧૩૭૫ શ્લોકપ્રમાણ આ એક ગહન સૈદ્ધાંતિક ગ્રંથ છે. જેને પાંચ પ્રકરણોમાં વિભાજિત કર્યો છે. ગ્રંથ માત્ર અભ્યાસી અને વિદ્વાનો દ્વારા જ સમજી શકાય તેવો છે.
આ ગ્રંથો ઉપરાંત, બૃહત-સામયિકપાઠ નામનો ૧૨૦ શ્લોકપ્રમાણ બીજો પણ એક તેમનો રચેલો ગ્રંથ મળે છે. આ સિવાય બીજા અનેક ગ્રંથો ઉપલબ્ધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org