________________
૯૩
તેઓના રચેલા ગ્રંથો નીચે પ્રમાણે છે :
(૧) સુભાષિતરત્નસંદોહ
(૨) ધર્મપરીક્ષા
(૩) ઉપાસકાચાર
(૪) પંચસંગ્રહ
(૫) આરાધના
(૬) ભાવનાદ્વાત્રિંશતિકા (સામાયિક પાઠ)
સુભાષિતરત્નસંદોહ : ગ્રંથનું નામ સૂચવે છે તે પ્રમાણે જુદા જુદા ૩૨ વિષયો ઉપર ૯૨૨ પદ્યોમાં આ ગ્રંથની રચના થઈ છે. માયા, અહંકારનિરાકરણ, ઇન્દ્રિયનિગ્રહ, સ્રી-ગુણ-દોષ, કોપ-લોભ-નિરાકરણ, જ્ઞાનનિરૂપણ, ચારિત્રનિરૂપણ, વ્યસન-નિરાકરણ, શ્રાવકધર્મ, બાર પ્રકારનાં તપ વગેરે સાધકને ઉપયોગી અનેક વિષયો ઉપર આ ગ્રંથમાં ઉપદેશ કર્યો છે.
ભક્તિમાર્ગની આરાધના
ધર્મપરીક્ષા : આ ગ્રંથ આચાર્યે માત્ર બે માસમાં રચ્યો હતો અને તેમાં કથાઓ દ્વારા અનેકાન્તધર્મનું મંડન કરેલ છે.
ઉપાસકાચાર : આ ગ્રંથ અતમિગતિ-શ્રાવકાચાર એ નામથી પ્રસિદ્ધ છે. તેના ૧૫ અધ્યાય અને ૧૩૫૨ શ્લોક છે. ગૃહસ્થને ઉપયોગી સર્વ પ્રકારના બોધ ઉપરાંત ૧૧૪ પદ્યોમાં ધ્યાનનું વર્ણન વિસ્તારથી કરેલ છે.
આરાધના : શિવાર્યકૃત ભગવતી આરાધનાનો આધાર લઈ ગ્રંથરચના કરવામાં આવી છે.
ભાવનાદ્વાત્રિંશતિકા : ૩૨ પદ્યોના એક નાના પ્રકરણરૂપે આ ગ્રંથની રચના છે. એનું બીજું નામ સામાયિક-પાઠ છે. આત્મભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org