________________
સંત-ભક્તોનાં ચરિત્રો
[૭] મેઘાવી મહાકવિ આશાધરજી
અનેકવિધિ વિદ્યાઓમાં પારંગતપણાથી, દીર્ઘ અને વિસ્તૃત સાહિત્યની રચનાથી, વિશિષ્ટ અને વિશાળ વિદ્વાન શિષ્યપરંપરાના નિર્માણથી અને પવિત્ર સદાચારમય જીવનથી મધ્યયુગના પ્રબુદ્ધ જૈન મહાપુરુષોમાં શ્રી આશાધરજીનું સ્થાન અગ્રગણ્ય ગણી શકાય છે.
૧૦૦
જીવનપરિચય : તેઓ મૂળ નાગૌર પાસે આવેલા માંડલગઢ (મેવાડ)ના નિવાસી હતા. તેમનો જન્મ વિ.સ. ૧૨૩૦માં લગભગ થયો હતો. તેમના પિતાનું નામ સલ્લક્ષણ અને માતાનું નામ શ્રીરત્ની હતું. તેમનાં ધર્મપત્ની સરસ્વતીદેવી હતાં જેથી તેમને છાહડ નામના એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી.
લગભગ વીસ વર્ષની ઉંમરે તેઓ ધારાનગરીમાં આવીને વસ્યા હતા, કારણ કે તે જમાનામાં મહમ્મદ ઘોરીએ અજમેર, દિલ્હી અને મેવાડના વિવિધ ભાગો ઉપર સત્તા હાંસલ કરી લીધી હતી તેથી ધર્મસાધનામાં વિઘ્ન થવાની સંભાવના હતી. તેઓએ તેમના વિદ્યાગુરુ પંડિત શ્રી મહાવીર પાસેથી શિક્ષણ લઈ અલ્પકાળમાં વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત, અધ્યાત્મ, જૈનાચાર, કાવ્ય, ભાષા, આયુર્વેદ આદિ અનેક વિષયોનું સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાની અગાધ બુદ્ધિશક્તિનો પરિચય આપ્યો હતો. તેમના સમયમાં ધારાનગરીમાં વિજયવર્મા નામનો રાજા રાજ્ય કરતો હતો અને જ્યારે તેમણે સાગારધર્મામૃત નામનું શાસ્ત્ર લખ્યું ત્યારે જૈતુગિદેવનું રાજ્ય ચાલતું હતું.
પોતાના જીવનનાં છેલ્લાં ઘણાં વર્ષો (ચાળીસથી પણ વધારે) તેઓએ ધારાનગરીથી વીસેક માઈલ દૂર આવેલા નલકચ્છપુર-(નાલછા)માં નિવાસ કરી એકાંત, શાંત જગ્યાએ રહેવાનું પસંદ કર્યું હતું. અહીં રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org