________________
સંત-ભક્તોનાં ચરિત્રો
મિત્રને પ્રશંસક બની ગયા હતા. આ મહાનુભાવની સમષ્ટિ કેવી હતી તેનો ખ્યાલ સિદ્ધરાજે પૂછેલા એક પ્રશ્નનો તેમણે જે ઉત્તર આપ્યો હતો તે પરથી મળે છે. સિદ્ધરાજે એક વખત પૂછ્યું, “ક્યો ધર્મ શ્રેષ્ઠ છે ?” જવાબમાં હેમચન્દ્રાચાર્યે શંખપુરાણમાં આવેલા એક ન્યાયનું દૃષ્ટાન્ત આપ્યું અને કહ્યું, “જેમ વૃષભને મરતાં મરતાં સંજીવની ઔષિધ મળી ગઈ, તેમ સત્યશોધન કરવામાં કોઈ પણ પૂર્વગ્રહ વિના વિવેકબુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરી સત્યનું સંશોધન કરશો તો તમને તે અવશ્ય લાધશે.” કેવી હતી આ વિશુદ્ધ વિવેકબુદ્ધિ!
સિદ્ધરાજના સ્વર્ગવાસ પછી કુમારપાળ ગુજરાતની ગાદી પર આવ્યા. કુમારપાળ પર આચાર્યશ્રીએ અનેક ઉપકાર કર્યા હતા. આથી ઉપકારવશ કુમારપાળે રાજસિંહાસન પર આરૂઢ થતાં રાજ્યને આચાર્યશ્રીના ચરણોમાં સમર્પિત કર્યું. આચાર્યશ્રીએ તેનો અસ્વીકાર કરી કુમારપાળને સૂચના કરી કે તેણે રાજ્યમાં ‘અમારિ’ ડંકો વગડાવવો. આ રીતે રાજ્યમાં ‘અમારિ’ ઘોષણા કરવામાં આવી. તેનાથી ઇર્ષ્યાન્વિત થયેલા કેટલાક રાજપુરુષોએ રાજાના કાન ભંભેર્યા, “દેવીને બલિદાન નહિ મળે તો કોપ કરશે અને રાજ્યનો વિનાશ થશે.' રાજાએ આચાર્યશ્રી સાથે તેની ચર્ચા કરી. તેના ફળસ્વરૂપ રાત્રે દેવીની સામે એક પશુને રાખવામાં આવ્યું અને કહેવામાં આવ્યું, “જો દેવી ખરેખર બલિદાન ઇચ્છતાં હશે તો પશુનું ભક્ષણ કરશે.” પણ આમ થયું નહિ. પ્રતિસ્પર્ધીઓ નિરુત્તર બની ગયા અને કુમારપાળની અહિંસા પ્રત્યેની શ્રદ્ધા રૂઢ બની.
૯૮
હેમચન્દ્રાચાર્યજીની સમદષ્ટિનું એક ઉદાહરણ ઉપર આપ્યું છે, પણ આચારણ દ્વારા તે તેમણે પ્રત્યક્ષ રજૂ કર્યું તેથી તેમની ખ્યાતિ વધુ પ્રસરી.
એક વખત વિહાર કરતાં તેઓ સોમનાથ પાટણ પધાર્યા. મહારાજા કુમારપાળ પણ તે સમયે ત્યાં આવેલા હતા. કેટલાક વિઘ્નસંતોષી માણસોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org