________________
ભક્તિમાર્ગની આરાધના
આ પ્રમાણે સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હોવા ઉપરાંત, આપણા ચરિત્રનાયક એક આદર્શ મુનિ, શાંત-ગંભીર સાહિત્યકાર, સિદ્ધહસ્ત કવિ, મહાન ભક્ત અને ઉદારચેતા ક્રાન્તિકારી વિચારક છે. તેમના ઉત્તમ બોધથી આપણને આત્મસાધનામાં અનેક પ્રકારે પ્રેરણા મળે છે.
*
૯૫
[૬]
મહાપ્રભાવક શ્રી હેમચન્દ્રાચાર્યજી
જેમનાં મંગળમય અને ગૌરવશાળી કાર્યોની આધુનિક ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે તે ‘કલિકાલસર્વજ્ઞ' શ્રી હેમચન્દ્રાચાર્યે ગુજરાતની અને જૈનધર્મની જે અપ્રતિમ સેવા કરી છે તેને ગુજરાત કદી પણ વીસરી શકશે નહિ. નવસો વર્ષનાં વહાણાં વહી ગયાં છતાં, તેમણે ઉચ્ચ કક્ષાનું, સર્વજનહિતકર અને વિવિધ વિષયોને સ્પર્શતું જે અનુપમ સાહિત્ય આપણને ભેટ આપ્યું છે તેનો જોટો મળવો દુર્લભ છે.
જીવનપરિચય : શ્રમણ સંસ્કૃતિના આ ઉજ્જવલ રત્નનો જન્મ ઈ.સ. ૧૧૪૫માં કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ધંધુકામાં માતા પાહિણીની કૂખે થયો હતો. પુત્રરત્ન ગર્ભમાં હતું ત્યારે માતા પાહિણીને એવું સ્વપ્ન લાધ્યું કે પોતે પુત્રરત્નને ગુરુચરણે ભક્તિભાવપૂર્વક સમર્પણ કરી રહી છે. તેણીએ શ્રી દેવચન્દ્રસૂરિજીને સ્વપ્નની વાત કરી. ગુરુએ કહ્યું, “પાહિણી, તારી કૂખે જૈનશાસનની અદ્વિતીય સેવા કરનાર પુત્રરત્નનો જન્મ થશે.” ગુરુના કથનાનુસાર દેદીપ્યમાન પુત્રરત્નને પ્રાપ્ત કરી માતા કૃતકૃત્ય થઈ. પુત્રનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું.
એકદા માતા પાહિણી પુત્રને લઈને ગુરુના દર્શન કરવા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org