________________
ભક્તિમાર્ગની આરાધના
૪૭ પર્વોમાં રચાયેલું આ એક મહાન પુરાણ-શાસ્ત્ર છે. ૧૨ અને ૧૩ પર્વોમાં ઋષભદેવના ગર્ભ અને જન્મકલ્યાણકોનું, ૧૫માં પર્વમાં તેમના શરીરસૌંદર્યનું, ૧૬માં પર્વમાં પુત્ર-પુત્રીઓના જન્મનું અને ત્યાર પછી ૨૨માં પર્વ સુધી ભગવાનના વૈરાગ્ય, દીક્ષા, તપ, શ્રેયાંસ રાજા દ્વારા ભગવાનને શેરડીના રસનું આહારદાન, કેળવજ્ઞાનની પ્રાપ્તિ અને ધર્મસભા (સમવસરણ)નું વર્ણન છે. પાછળનાં પર્વોમાં ભરત, બાહુબલિ વગેરે મહાપુરુષોનાં ચરિત્રોનું વર્ણન છે.
આ પ્રમાણે પોતાની બહુમુખી પ્રતિભાથી જેમણે પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે, આપણને ભગવાનનાં ચરિત્રોનું અને સદ્ગણોનું રસપાન કરાવ્યું છે અને ભારતીય સંસ્કૃતિ અને જૈન વાડ્મયને સમૃદ્ધ કર્યું છે તેવા આચાર્યશ્રીને “ભગવર્જિનસેન એવા પૂજય નામથી વિભૂષિત કરનારે યોગ્ય જ કર્યું છે. આવા મહાન આચાર્યને ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. ૩ૐ
સૌમ્યમૂર્તિ આચાર્ય શ્રી અમિતગતિ જેમનાં વચનામૃતોનું પાન કરવાથી ભવ્ય ભક્તજનોના અંતરમાં શાંતિ, સદાચાર, સમતા અને પ્રભુભક્તિનો ઉદય થાય છે એવા શ્રી અમિતગતિ આચાર્ય વિક્રમની ૧૨મી શતાબ્દીમાં ઉજ્જૈન-ધારાનગરીની આજુબાજુના પ્રદેશોમાં વિહાર કરતા હતા.
જીવનપરિચય : તેમના જીવન વિષે થોડી જ વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે. તેમનો જન્મ વિદ્વાનોએ લગભગ વિ. સં. ૨૦૨૫ની આજુબાજુ નિર્ધારિત કર્યો છે. તેમના બાળપણની કાંઈ વિગતો મળતી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org