________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૯૦
વ્યાપી ગઈ હતી. ગુણભદ્ર અને વિનયસેન જેવા સમર્થ મુનિઓ અને અમોઘવર્ષ, અકાલવર્ષ અને લોકાદિત્ય જેવા મહારાજાઓ અને સામંતો તેમના ચરણોને ભક્તિપૂર્વક સેવતા હતા તે તેમની અલૌકિક અને લૌકિક મહત્તાને સહજપણે સિદ્ધ કરે છે. મહારાજા અમોઘવર્ષે ઉત્તરાવસ્થામાં તેમની પાસે દીક્ષા લઈ મુનિપદ ગ્રહણ કર્યું હતું. તેઓએ રચેલા પાંચ ગ્રંથો માનવામાં આવે છે :
(૧) આદિપુરાણ (૨) પાર્શ્વવ્યુદય કાવ્ય (૩) જયધવલા-રીકા (૪) વર્ધમાનપુરાણ (અપ્રાપ્ય) (૫) પાર્થસ્તુતિ (અપ્રાપ્ય)
આ ઉત્તમ રચનાઓ પરથી તેમના મહાન વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે છે, જયધવલા ટીકા વીસ હજાર શ્લોકપ્રમાણ તેમના ગુરુએ લખેલ. પાછળના ચાલીસ હજાર શ્લોકોની રચના તેમણે પોતે કરેલી છે, જે તેમના અગાધ સિદ્ધાંતજ્ઞાનનું દ્યોતક છે. અત્રે માત્ર તેમના આદિપુરાણનો સંક્ષેપમાં વિચાર કરીશું.
આદિપુરાણ : ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યનો આ એક મોટો કોશ છે. જોકે તેમાં મુખ્યપણે શ્રી ઋષભદેવ, ભરત ચક્રવર્તી વગેરે મહાપુરુષોનાં ચરિત્રોનું વર્ણન છે, છતાં પ્રસંગોપાત્ત તેમાં ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, સમાજ-વ્યવસ્થા, રાજનીતિ, અર્થશાસ્ત્ર, ધર્મતીર્થો, ચાર ગતિઓનું સ્વરૂપ, દાન-તપ પુણ્ય-પાપ અને મોક્ષ આદિ તત્ત્વોનું વિવરણ વગેરે અનેક વિષયોને એવી રીતે આવરી લેવામાં આવ્યા છે કે આ શાસ્ત્ર વિદ્વાનોને, સાહિત્યકારોને, કવિઓને, અભ્યાસીઓને, મુમુક્ષુઓને, મુનિજનોને કે સામાન્ય વાચકવર્ગને પણ શુદ્ધ બોધ સાથે શિષ્ટ મનોરંજનની સામગ્રી પૂરી પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org