________________
૮૯
ભક્તિમાર્ગની આરાધના
[૪] ઋષભયશોગાથાકાર શ્રી જિનસેન પોતાના દીર્ઘકાલીન સંયમજીવનનો મોટો ભાગ જેમણે શ્રી ઋષભદેવ, શ્રીપાર્થપ્રભુ અને શ્રીભરત ચક્રવર્તી આદિ પવિત્ર પુરાણપુરુષોનાં ગુણકીર્તન, ગુણસ્મરણ અને ગુણ-આલેખનમાં ગાળ્યો, એવા આચાર્ય શ્રી જિનસેનસ્વામીએ ભારતની ભૂમિને નવમી શતાબ્દીમાં પોતાના જન્મથી પવિત્ર કરી હતી.
જીવનપરિચય ઃ તેમના જીવન વિષે જે માહિતી પ્રાપ્ત છે તે પરથી એમ જણાય છે કે તેઓનો જન્મ વિક્રમ સંવત ૮૧૦ની આજુબાજુ કર્ણટક કે મહારાષ્ટ્રમાં થયો હશે. તેઓએ બાળબ્રહ્મચારી અવસ્થામાં જ સંયમ ગ્રહણ કર્યો હતો અને એકંદરે લગભગ ૯૫ વર્ષના આયુષ્યમાં અનેક સ્વપર-લ્યાણનાં કાર્યો કર્યા હતાં. તેઓનું શરીર એકવડા બાંધાનું અને શરીરસૌષ્ઠવ સામાન્ય હતું.
તેઓના મુખ્ય ગુરુનું નામ વીરસેન હતું, તથા જયસેનનું પણ તેઓએ ગુરુ તરીકે સ્મરણ કરેલું છે. મહાપુરાણમાં જે જે આચાર્યોને તેમણે નમસ્કાર કર્યા છે તે પરથી તેઓ શ્રીમંતભદ્રસ્વામીની પરંપરામાં થયા છે એમ વિદ્વાનોનું માનવું છે. તેઓએ પોતાના દીર્ઘ જીવનકાળમાં વિસ્તૃત વિહાર કર્યો હોય તેમ નિર્દેશો મળે છે અને દક્ષિણમાં ધારવાડ જિલ્લાથી માંડી ઉપર વડોદરા થઈ ચિત્તોડની ભૂમિને પણ તેમને પાવન કરી હતી.
જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ : આચાર્યશ્રીએ પોતાના જીવનનો મોટો કાળ મલખેડ (માન્યખેટ)માં ગાળ્યો હતો, જે તે વખતે મહારાજ અમોઘવર્ષની રાજધાની હતી. આ સ્થાન વર્તમાનમાં લગભગ ધારવાડ જિલ્લામાં માનવામાં આવે છે. વિશિષ્ટ સંયમ, અગાધ વિદ્વત્તા, અલૌકિક કવિત્વ, નિરંતર જ્ઞાનાર્જન અને ઉગ્ર તપસ્યા દ્વારા તેમની કીર્તિ સર્વત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org