________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૮૬
જ સાર્થક બને છે એવો સિદ્ધાંત નીચેના શ્લોકમાં તેમણે પ્રતિપાદિત કર્યો છે :
आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि
नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव ! दुःखपात्रम् यस्मात क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ॥
કલ્યાણમંદિર સ્તોત્ર : ૩૮ હે ભગવાન ! મેં આપનું નામ પણ સાંભળ્યું છે, આપની પૂજા પણ કરી છે અને આપનાં દર્શન પણ કર્યા છે, પણ દુઃખ મારો કેડો છોડતું નથી, તેનું કારણ એ છે કે મેં ભક્તિભાવપૂર્વક આપનું ધ્યાન કર્યું નથી. માત્ર આડંબરથી જ આ સર્વ કર્યું છે, ભાવપૂર્વક નહિ. જો ભાવપૂર્વક ભક્તિ, પૂજા કે સ્તવન કર્યું હોત તો સંસારનું આ દુઃખ મારે ભોગવવું ન પડત.
[૩] મહાકવિ શ્રી માનતુંગાચાર્ય પોતાની અંતરંગ શ્રેષ્ઠ ભક્તિ અને ચમત્કારિક કવિત્વ દ્વારા શ્રી ઋષભદેવ ભગવાનના અદ્ભુત સ્તોત્રની – શ્રી ભક્તામરસ્તોત્રની – રચના કરનાર શ્રી માનતુંગાચાર્ય સાતમી શતાબ્દીના એક મહાન સપુરુષ થઈ ગયા.
જીવનપરિચય: આચાર્યશ્રીના જીવન સંબંધી અપૂર્ણ અને વિવાદસ્પદ માહિતી ઉપલબ્ધ થાય છે.* તેમના જન્મસ્થળ, કુળ કે ગુરુપરંપરા વિષે પણ પ્રમાણપૂર્વકની નક્કર હકીકતનો અભાવ વર્તે છે. માત્ર તેઓ રાજા હર્ષ કે રાજા
* “પ્રભાવકચરિત'માં જણાવ્યા પ્રમાણે તેઓ બનારસના વિદ્વાન શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા અને તેમની માતાનું નામ ધનશ્રી હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org