________________
૧૧
ભક્તિમાર્ગની આરાધના
(દોહરા) ૩. જહાં દયા વહાં ધર્મ હૈ, જહાં લોભ વહાં પાપ; જહાં ક્રોધ વહાં કાલ હૈ, જહાં ક્ષમા વહાં આપ.
(શ્રી કબીર સ્વામીની અમૃતવાણી) ૪૧૮ આ પ્રમાણે ર્માં જોકે દયાની મુખ્યતા છે, છતાં દયા ઉપરાંત પણ ધર્મનાં બીજાં અનેક અંગ છે, જેવા કે વૈરાગ્ય, ક્ષમા, વિનય, સંતોષ તપ, ત્યાગ, સંયમ, સચ બહ્મચર્ય, પવિત્રતા વગેરે. જીવનમાં ધર્મનાં આ વિવિધ પાસાંઓનો વિકાસ કરનારાં, જ્ઞાન-વૈરાગ્યને પ્રેરનારાં, નિજદોષોને બતાવી તે દોષોને દૂર કરવાના ઉપાય બતાવનારાં, તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સાપેક્ષપણે દર્શાવનારાં, મતમતાંતરને નહીં પોષતાં, સમ્યકપણે શ્રદ્ધા, જ્ઞાન અને સદાચારમાં વૃદ્ધિ થાય તેવા ઉપાયોમાં જોડે તેવાં, વ્યસન, સ્વચ્છંદ, પ્રમાદ આદિ મહાન બાધક કારણોનો પરાભવ કરી શાંતરસની સાધનાની વૃદ્ધિ કરનારાં શાસ્ત્રો મુમુક્ષુજનોને પરમ ઉપકારી અને પરમ અવલંબનરૂપ છે. આ કાળમાં આવાં શાસ્ત્રોની વિશેષ ઉપયોગિતા એ કારણથી છે કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનો સમાગમ અતિ અતિ દુર્લભ છે. જેઓ માત્ર નામધારી ગુરુઓ જ છે તેમના સંગથી તો ઊલટું સન્માર્ગથી દૂર થવાનું બને અને ધર્મના નામે સંસારભાવ પોષાય, તે કરતાં આવાં શાસ્ત્રોથી પાત્ર જિજ્ઞાસુઓને યોગ્ય માર્ગદર્શનનો લાભ મળી શકે છે. તેથી જ કહ્યું છે :
(
રા)
આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ, પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.”
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-૧૩-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org